સોનગઢ પોલીસે મેઢાથી હિંદલા તરફ જતા રોડ પર દારૂના જથ્થા સાથે બે ને ઝડપી પાડયા હતા.તેમજ દારૂના જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા ૮૧ હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને ત્રણે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,મેઢાથી હિંદલા તરફ જતા રોડ પરથી ગેરકાયદેસર પાસ પરમીટ વગરનો દારૂનો જથ્થો બે ઈસમો બાઈક પર લઈ જનાર છે.જે બાતમીના આધારે સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ મેઢાથી હિંદલા તરફ જતા રોડ પર વોચ ગોઠવી હતી.તે દરમિયાન મોટર સાઇકલ રજી. નં-GJ-26-AD-4785 આવતા પોલીસે તેની તપાસ કરી હતી.ત્યારે ગાડીમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ પોલીસે ગાડી પર સવાર રમેશ ધનુ ગામીત (રહે.હિંદલા, નિશાળ ફળીયું, તા-સોનગઢ, જિ-તાપી) અને અનિલભાઈ રમેશભાઈ ગામીત (રહે.મેઢા, નિશાળ ફળીયુ, તા-સોનગઢ, જિ-તાપી)ની અટક કરી હતી.તેમજ કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૩૬ હજાર તથા મોબાઇલ નંગ-૦૧ જેની કિંમત રૂપિયા ૫ હજાર તથા મોટરસાયકલ જેની કિંમત રૂપિયા ૩૫ હજાર એમ મળી કુલ કિંમત રૂપિયા ૮૧ હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને દારૂનો જથ્થો પૂરો પાડનાર પંકજ માવચી (રહે.ખેખડા, ચીકારી ફળીયા, તા-નવાપુર, જિ-નંદુરબાર) અને સંતોષ ગાવિત(રહે.ઝામણ ઝર, તા-નવાપુર, જિ-નંદુરબાર) તથા દારૂનો જથ્થો મંગાવનાર કાનજી ચેમા ગામીત (રહે.મેઢા, બસ સ્ટેશન પાસે, તા-સોનગઢ, જિ-તાપી)એમ મળી કુલ ત્રણ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.સોનગઢ પોલીસે આ અંગે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590