સોનગઢ પોલીસે જેસિંગપુરા ટેકરા પાસેથી ભેંસ ભરેલ આઇસર ટેમ્પા સાથે એક ને ઝડપી પાડયો હતો.તેમજ ૭ ભેંસ સહિત કુલ કિંમત રૂપિયા ૫,૭૦,૦૦૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને પશુ ભરી આપનાર ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
તાપી જિલ્લા SPCA એ તાપી એસપીને જાણ કરી હતી ,જે બાદ તાપી એસપી દ્વારા સોનગઢ પોલીસને સૂચના આપી હતી કે,આઇસર ટેમ્પો નંબર-GJ-26-U-0049 માં પશુઓ ભરીને વ્યારા, માંડળ ટોલનાકા થઇ સોનગઢ તરફ લઈ જનાર છે.જે સૂચનાને આધારે સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ સોનગઢ જેસીંગપુરા ટેકરા ને.હા.નં.૫૩ ઉપર વ્યારા થી સોનગઢ તરફ આવતા ટ્રેક ઉપર જેસીંગપુરા ટેકરા પાસે વોચ ગોઠવી હતી.તે દરમિયાન આઇસર ટેમ્પો નંબર-GJ-26-U-0049 આવતા પોલીસે તેની તપાસ કરી હતી.ત્યારે ટેમ્પામાંથી કુલ ભેંસ નંગ-૦૭ મળી આવી હતી.જે બાદ પોલીસે ટેમ્પો ડ્રાઇવર જાવીદ રસીદ ફકીર (શાહ)(રહે.વ્યારા, દાદરી ફળીયુ, તા.સોનગઢ, જિ.તાપી)ની અટક કરવામાં આવી હતી.અને કુલ ભેંસ નંગ -૦૭ જેની કિંમત રૂપિયા ૭૦ હજાર તથા આઈસર ટેમ્પો જેની કિંમત રૂપિયા ૫ લાખ એમ મળી કુલ કિંમત રૂપિયા ૫.૭૦ લાખ નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
તેમજ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે,આ ભેસો વ્યારા તાલુકાના ભાટપુર ગામના રફીક રસીદ ફકીર (શાહ) (રહે. વ્યારા દાદરી ફળીયુ, વ્યારા)એ તબેલામાંથી ભરી આપી હતી. અને આ ભેસો મહારાષ્ટ્ર રાજ્યના ધુલીયા ખાતે માર્કેટમાં લઈ જવામાં આવી રહી હતી.ત્યારે સોનગઢ પોલીસ એ રફીક રસીદ ફકીર (શાહ)ને વોન્ટેડ જાહેર કર્યા હતા.સોનગઢ પોલીસે આ અંગેની ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લા કલેકટરના વડપણ હેઠળની SPCA (સોસાયટી ફોર પ્રિવેંશન ઓફ ક્રુઆલિટી ટુ એનિમલ) 'પશુ અત્યાચાર નિવારણ સમિતિ'ની ગત મિટિંગમાં પણ આ મુદ્દે ચર્ચા હાથ ધરી, આ અંગે કડક કાર્યવાહી થાય, એ દિશામાં કામગીરી કરવાની જિલ્લા કલેકટરની સુચનાના આધારે જિલ્લા પશુપાલન અધિકારી બ્રિજેશ શાહ તથા તાપી જિલ્લા SPCA ના ઓથોરાઈઝડ પર્સન અલ્પેશભાઈ દવે દ્વારા બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરાયું હતું.જેમાં ગુરુવારે રાત્રે ગેરકાયદેસર રીતે પશુઓનું વહન કરી કેટલાક વાહનો મહારાષ્ટ્ર જવાની બાતમી મળવા પામી હતી. જેના આધારે તાપી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલને આ અંગે જાણ કરતા, જીવદયા બાબતે સંવેદના દાખવી તાત્કાલિક સોનગઢ પોલીસ ઈન્સ્પેક્ટર યોગેશ શિરસાટને સૂચના આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590