Latest News

તાપી એલસીબીનો સપાટો : વ્યારાના બાલપુર ખાતે કારમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે એક ઝડપાયો,બે વોન્ટેડ,૫.૯૩ લાખનો મુદ્દામાલ જપ્ત

Proud Tapi 29 Oct, 2023 01:59 PM ગુજરાત

તાપી જિલ્લા એલસીબીએ વ્યારા તાલુકાના બાલપુર ખાતે ગેરકાયદેસર કારમાં લઈ જવાતા પાસ પરમીટ વગરનો દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડયો.તેમજ દારૂના જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા ૫,૯૩,૬૦૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

તાપી જિલ્લા  એલસીબી પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,આહવા ડાંગ તરફથી એક સફેદ કલરની એક્સુવી કાર નં.GJ-05-JD-0006 માં ઇગ્લીશ દારૂનો જથ્થો ભરીને બરડીપાડા ટેમ્કા થઇ સરૈયા થઇ વ્યારા તરફ આવે છે.જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ  સરૈયા ગામના ચાર રસ્તા પાસે આવી નાકાબંધી કરી હતી.ત્યારે એક્સુવી કાર આવતા તેને પોલીસે રોકવા પ્રયત્ન કર્યો હતો.પરંતુ  એક્સુવી કાર ચાલકે પોતાની કાર ડોલારા ગામ તરફ હંકારી દીધી હતી.જે બાદ પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો અને બાલપુર ગામના ડુંગરી ફળિયામાં આવેલા જંગલ વિસ્તારમાં પોતાની કાર હંકારી મુકેલ અને આગળ જતા રસ્તો પૂરો થતા,કાર ચાલક તથા ચાલકની બાજુમાં બેઠેલ ઇસમ કારમાંથી ઉતરી નાશવા લાગ્યા હતા.જોકે પોલીસે એકને ઝડપી પાડયો હતો.અને એક ઈસમ નાસી છૂટયો હતો.જે બાદ પોલીસે કારની તપાસ કરી હતી ત્યારે ગાડીમાંથી પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.ત્યારબાદ પોલીસે ઝડપી પાડેલ મહમદ સાહીદ અબ્દુલ અઝીઝ કોલી (રહે.પીલી મીટ્ટી,સગરામપુરા,સુરત શહેર)ની અટકાયત કરવામાં આવી હતી.તેમજ પોલીસે કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૯૩,૬૦૦/- તથા કાર જેની કિંમત રૂપિયા ૫ લાખ એમ મળી કુલ કિંમત રૂપિયા ૫,૯૩,૬૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તેમજ  નાસી છુટનાર દીપક ચોરસિયા (રહે.રેલવે સ્ટેશન પાસે,સુરત શહેર) અને ઇગ્લીશ દારૂનો જથ્થો ભરાવનાર મંગાવનાર તથા પાયલોટીંગ કરનાર ઈસમ તારીકે હારૂન મેમણ (રહે.રામનગર રાહેર સુરત શહેર)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.વ્યારા પોલીસ મથકે આ અંગે ગુન્હો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post