તાપી જિલ્લા એલસીબીએ વ્યારા તાલુકાના મેઘપૂર ગામમાંથી દારૂના જથ્થા ભરેલી કાર સાથે એકને ઝડપી પાડ્યો હતો.અને કુલ કિંમત રૂપિયા ૩,૩૩,૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તેમજ એક ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
તાપી જિલ્લા એલસીબીએ વ્યારા તાલુકાના મેઘપુર ગામના કેયુર નટુભાઇ ગામીત (રહે.મેઘપુર દાદરી ફળીયા તા.વ્યારા જી.તાપી)ના ઘરે રેડ કરી હતી.ત્યારે ઘરના આગળના ભાગે એક સિલ્વર કલરની રેનોલ્ટ કિગર ગાડી નં.DD-03-6-6265 માં પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ પોલીસે કેયુર નટુભાઇ ગામીત ની અટકાયત કરી હતી.અને કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૨૮,૮૦૦/- તથા કાર જેની કિંમત રૂપિયા ૩ લાખ તથા મોબાઇલ ફોન જેની કિંમત રૂપિયા ૫ હજાર એમ મળી કુલ કિંમત રૂપિયા ૩,૩૩,૮૦૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.તેમજ દારૂનો જથ્થો ભરેલી કાર લાવી આપી જનાર કેતન ઉર્ફે કુણાલ અશોક કામલી (રહે.કુંભાર ફળીયું, વરકુંડ નાની દમણ)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.વ્યારા પોલીસે આ અંગે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590