તાપી જિલ્લા એલસીબી અને પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી એ વાલોડ તાલુકાના તિતવા ગામની સીમમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર કારમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડયો હતો.તેમજ દારૂના જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા ૫,૬૪,૦૦૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
તાપી જિલ્લા એલસીબી અને પેરોલ- ફર્લો સ્કોર્ડ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,એક ઇસમ ને.હા.નં. -૫૩ સોનગઢથી સુરત જતા રોડ પર એક સફેદ કલરની ટોયોટો ઇટીઓસ લીવા કાર નં.GJ-05-JA--5044 માં પાછળના ભાગે સેલવાસ ખાતેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી ધરમપુર, વાંસદા થઈ બાજીપુરા થઇ બારડોલી તરફ જનાર છે.જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ બાજીપુરા ખાતે વ્યારા બારડોલી વાળા ટ્રેક પર વોચ ગોઠવી હતી.તે વેળાએ વ્યારા તરફથી ટોયોટા કાર રજી. નં.GJ-05-JA--5044 આવતા,પોલીસે તેને રોકવા પ્રયત્ન કર્યો હતો.પરંતુ કારચાલકે વાહન ઉભું રાખ્યું નહોતું,અને આગળ વાહન હંકારી દીધી હતી ત્યારે પોલીસે પીછો કર્યો હતો.અને તીતવા ગામની સીમમા મઢી ગામ તરફ જતા રોડ પર ઉમિયા ટીમ્બર માર્ટ નજીક કારને પકડી પાડી હતી.અને કાર ચાલક ભાવેશ મોહન પ્રજાપતિ (ઉ.વ.૪ર, રહે. હાલ રહે.ઘર નં.- ૪૬, શગુન સોસાયટી, સાયણ રોડ, ઓલપાડ તા.ઓલપાડ, સુરત, મુળ રહે. જાગૃતિ નગર, ધોરાજી રોડ, જેતપુર, તા. જેતપુર જી.રાજકોટ)ની અટક કરવામાં આવી હતી.તેમજ કાર માંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.ત્યારે પોલીસે કારમાંથી કુલ દારૂનો જથ્થો (કુલ બોટલ નંગ-૮૦૪) જેની કિંમત રૂપિયા ૧.૬૨ લાખ તથા કાર જેની કિંમત રૂપિયા ૪ લાખ તથા મોબાઇલ જેની કિંમત રૂપિયા ૨ હજાર એમ મળી કુલ કિંમત રૂપિયા ૫.૬૪ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને દારૂનો જથ્થો ભરી આપનાર તથા દારૂનો જથ્થો મંગાવનાર એમ બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.વાલોડ પોલીસ મથકે આ અંગે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590