Latest News

સોનગઢના પોખરણ પાસેથી ટ્રકમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે એક ઝડપાયો, ૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત,એક વોન્ટેડ

Proud Tapi 15 Sep, 2023 03:45 AM ગુજરાત

સોનગઢ પોલીસે પોખરણ ગામના પાટીયા પાસે નેશનલ હાઈવે ૫૩ પરથી ટ્રકમાં ભરી લઈ જવાતા અંદાજે ૪૦ લાખના દારૂના જથ્થા સાથે એક ને ઝડપી પાડ્યો હતો. તેમજ કુલ કિંમત રૂપિયા ૫૦,૯૬,૦૦૦/- લાખનો મુદ્દા માલ પોલીસે જપ્ત કર્યો હતો.અને દારૂનો જથ્થો પૂરો પાડનાર ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું હતો.

સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર તરફથી એક કથ્થઇ કલરનો ટાટા કંપનીનો LPT-૧૫૧૨ ટ્રક નં. WB-51-C-4278 માં ગેરકાયદેસર ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો ભરીને.હા.નં. ૫૩ પરથી સુરત તરફ જનાર છે. જે બાતમી ના આધારે સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ ને.હા.નં. ૫૩ ઉપર પોખરણ ગામના પાટીયા પાસે વોચ ગોઠવી હતી.તે વેળાએ ટાટા કંપનીનો LPT-૧૫૧૨ ટ્રક નં. WB-51-C-4278 આવતા પોલીસે તેની તપાસ કરી હતી ત્યારે ટ્રક માંથી ડિટર્જન્ટ પાવડર ની ખોટી બીલ્ટી ની આડમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ટ્રકમાંથી પાસ પરમેન્ટ વગરનો ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂનો જથ્થો કુલ બોટલ નંગ ૧૩,૩૮૦/- મળી આવી હતી. જે બાદ પોલીસે ટ્રક ચાલક કૈલાશ સોનારામ બિશ્નોઇ ( રહે.અગોર તા. ચોહટન જિ. બાડમેર રાજસ્થાન )ની અટક કરવામાં આવી હતી.

તેમજ પોલીસે કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૪૦,૮૯,૪૦૦/- તથા ટ્રક જેની કિંમત રૂપિયા ૧૦ લાખ તથા મોબાઇલ નંગ ૦૧ જેની કિંમત રૂપિયા ૫,૦૦૦/- તથા  રોકડા રૂ. ૧,૬૦૦/- એમ મળી કુલ કિંમત રૂપિયા ૫૦,૯૬,૦૦૦/-  નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને દારૂનો જથ્થો પૂરો પાડનાર વિરેન્દ્રસિંગ ઝાટ (રહે. ઝઝજર ગામ રોહતક પાસે હરિયાણા)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post