ઉચ્છલ તાલુકાના ધજ ગામની સીમમાંથી પસાર થતા ઉચ્છલ -સોનગઢ હાઇવે રોડ પર કાર ચાલકે મોટરસાયકલ ને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો.અને મોટરસાયકલ ચાલક નું મોત નીપજ્યું હતું તથા મોટરસાયકલ પર પાછળ બેસનાર યુવકને શરીરે ઇજાઓ પહોંચી હતી.
ઉચ્છલના વિજય સીંગા ગામીત અને સુનીલ ભીલકયા ગામીત (બંને રહે.ઉચ્છલ ફુલવાડી ફળિયું તા.ઉચ્છલ જી.તાપી)મોટરસાયકલ રજી.નં.GJ-05-GA-9838 પર સવાર થઈ ઉચ્છલ તાલુકાના ધજ ગામની સીમમાંથી પસાર થતા ઉચ્છલ સોનગઢ હાઇવે રોડ ઉપર આવેલ સોમનાથ નદીના પુલ પરથી પસાર થઈ રહ્યા હતા.ત્યારે કાર નંબર-GJ-06-HS-5175 નો ચાલક કારને પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવ્યો હતો અને મોટરસાયકલને સામેથી ટક્કર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો. જોકે ફોર વ્હીલ ચાલક નાસી છૂટ્યો હતો. જે બાદ બંને યુવાનોને શરીરે ઈજા થતાં ઉચ્છલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વિજય ગામીત નું સારવાર દરમિયાન ઉચ્છલ હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું.ઉચ્છલ પોલીસે અકસ્માત અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590