સોનગઢ - આહવા રોડ પર કાર ચાલકે રેલવે ફાટકની પાઇપ તોડી,લોખંડ ની જાળી અને એંગલ સાથે ગાડી અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.અને બે ને ઇજાઓ પહોંચી હતી.
સોનગઢ વાકવેલ ફળિયા માંથી પસાર થતા સોનગઢ-આહવા રોડ ઊપર આવેલ રેલ્વે ફાટક ઊપરથી ફોર વ્હીલર કાર રજી.નં.GJ-05-JD-3040 પસાર થઈ રહી હતી.ત્યારે કાર રજી.નં.GJ-05-JD-3040 ના ચાલક હિતેશ દિવાનજી ગામીત એ પોતાના કબજા ની ફોર વ્હિલ કાર પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી, રેલવે ફાટક નો પાઈપ તોડી લોખંડની એંગલ તેમજ લોખંડની જાળી સાથે અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં ફોર વ્હીલ ગાડી ની અંદર બેસેલ દિવાનજી ભીમા ગામીત (ઉ.વ. ૬૨ રહે, જામખડી નિશાળ ફળીયુ તા.સોનગઢ જી.તાપી) ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તેમજ દિનેશ નગીન ગામીત (રહે.જામખડી નિશાળ ફળીયુ, તા.સોનગઢ જી.તાપી) ને અને કાર ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.સોનગઢ પોલીસે અકસ્માત અંગે ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590