વાલોડ તાલુકામાંથી પસાર થતી વાલ્મિકી નદીમાં નાહવા પડેલા મહારાષ્ટ્રના બે ભાઈ ઓ પૈકી એક ૨૧ વર્ષીય ભાઈનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.
મહારાષ્ટ્રના સુરેશભાઈ શિવાજીભાઈ ઇંગોલે (ઉ. વ.૨૧ રહે. એકદપૂર તા.સાગોલા જી.સોલાપુર મહારાષ્ટ્ર રાજ્ય )અને તેમના ભાઈ અર્જુનભાઈ એમ બન્ને ભાઇઓ તા.૧૭/૦૭/૨૦૨૩ ના રોજ સાંજના સુમારે વાલોડ નગરમાં આવેલ વાલ્મીકી નદીમાં ન્હાવા ગયા હતા.ત્યારે સુરેશભાઈ સમાચારી ફળીયાના કિનારા તરફથી વાલોડ પોલીસ લાઇનના પાછળના કિનારે તરીને આવેલ અને પરત સમાચારી ફળીયાના નદીના કિનારા તરફ પરત જતો હતો ત્યારે ઉંડા પાણીમાં ગરકાવ થઇ જવાના કારણે તેમનું મોત નિપજ્યું હતું.આ અંગેની ફરિયાદ અર્જુન ઈંગોલે એ વાલોડ પોલીસ મથકે નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590