Latest News

વ્યારાના ઉંચામાળા ગામ ખાતે કાર ચાલકે બાઈકને ટક્કર મારી દેતાં અકસ્માત,એકનું મોત

Proud Tapi 12 Dec, 2023 03:15 PM ગુજરાત

વ્યારા તાલુકાના ઉંચામાળા ગામ ખાતે  ફોર વ્હીલ ચાલકે મોટરસાયકલ ને ટક્કર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં બાઈક સવારનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામના મનીષ રાકેશ ગામીત પોતાના કબજા ની સ્પેલેન્ડર મોટરસાયકલ નં- GJ-26-J-0468 પર સવાર થઈને પોતાના ઘરેથી ટાયર ની ટ્યુબ લઈ ઉચામાળા તરફ જતા હતા. તે વેળાએ  ઉચામાળા ગામના  મહુડી ફળીયાની સીમમાંથી પસાર  થતા વ્યાસ-માંડવી રોડ પરથી પસાર થતી વેળાએ  મુસ્તફા નજીરઅલી સૈફી એ પોતાના કબજા ની ફોરવ્હીલ ગાડી નંબર -GJ-26-A-3786 અણુમાલા ટાઊનશીપ તરફથી પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મોટરસાયકલને  આગળના ભાગે અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં મોટર સાયકલ ચાલક ને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નિપજ્યું હતું.કાકરાપાર પોલીસે અકસ્માત અંગે ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post