Latest News

Accident : ડોલવણ તાલુકાના કેલવણ ગામના પુલ નીચે બાઈક સવારે કાબૂ ગુમાવતા,અકસ્માતમાં એકનું મોત

Proud Tapi 21 May, 2023 01:48 PM ગુજરાત

વ્યારા થી ભેંસકાત્રી તરફ જતા હાઇવે રોડ ઉપર ડોલવણના  કેલવણ ગામના પુલ નીચે બાઈક સવારે  કાબૂ ગુમાવતા સંરક્ષણ દિવાલ માથાના ભાગે વાગતા પાછળની સીટ પર બેસેલ ૨૮ વર્ષીય યુવાનનું ઘટના સ્થળે  કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. અમિતભાઈ વીરાભાઈ ગામીત (રહે. નાકા ફળીયુ,ભેંસકાત્રી ગામ તા.વધઈ જી.ડાંગ )જે  પોતાના મિત્ર યાકુબભાઈ કાશીરામભાઈ વાઘમારે (ઉ. વ.૨૮ રહે.ઉપલું ફળિયું,ભદરપડા,તા.વઘઇ જી.ડાંગ ) સાથે ઘર તરફ પરત ફરી રહ્યા હતા,ત્યારે અમિતભાઈ ની પોતાના તાબાની બજાજ કંપનીની ડ્યુક મોટર સાયકલ નંબર GJ-30-E-0538 વ્યારા થી ભેંસકાત્રી તરફ જતા હાઇવે રોડ ઉપર કેલવણ ગામના પુલ પાસે ગફલત ભરી રીતે અને બેફિકરાઇથી હંકારી લાવી મોટરસાયકલ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે સંરક્ષણ દીવાલ સાથે અથડાતા બાઈક સવારને વધતી ઓછી ઇજાઓ થઈ હતી,પરંતુ પાછળની સીટ પર બેઠેલ 28 વર્ષીય યાકુબભાઈ ને સંરક્ષણ દિવાલ માથાના પાછળના ભાગે વાગી જતા લોહી વધારે વહી જવાના કારણે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.બાઇક સવાર અમિતભાઈ ને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા.ડોલવણ પોલીસે  ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post