વ્યારાના શંકર ફળિયામાં ૭૦ ઘરોનો ડિમોલિશન થતા બે ઘર થઈ ગયેલા પરિવારો ને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે એવી કલેકટરને લેખિતમાં રજૂઆત કરી કરવામાં આવી હતી.
તાપી જિલ્લાના વ્યારા ખાતે શંકર ફળિયામાં તા.૨૨/૦૬/૨૦૨૩ ના રોજ ૭૦ જેટલા ઘરોનું ડિમોલિશન નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું.ત્યારે ઘર વિહોણા થઈ ગયેલા પરિવારોએ આજરોજ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર બે ધર થયેલા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે, તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અથવા અન્ય કોઈ યોજના હેઠળ મળવાપાત્ર તમામ લાભ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
વધુમાં જણાવ્યું હતું કે,શંકર ફળિયામાં બાકી રહેલા 40 થી ઉપરના ઘરોનું ડીમોલેશન ન કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી. અને જો ઘરવિહોણા થયેલ પરિવારોની માગણી મંજૂર ન કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરી રેલી કાઢવામાં આવશે,ભૂખ હડતાળ કરવામાં આવશે, મોટી સંખ્યામાં નિર્જલ આમરણ ઉપાસના કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે .આ અંગેની લેખિત રજૂઆત ઉચ્ચ સ્તરીય અધિકારીઓ સુધી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590