વ્યારા નગરના નવી વસાહત વિસ્તારમાં ઘરમાં બારી પાસે ફોન ચાર્જિંગમાં મૂકીને,મહિલા પોતાના ઘર કામમાં જોતરાઈ ગઈ હતી, ત્યારે મોબાઇલ ફોન ચોરાઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વ્યારા નગરના નવી વસાહત વિસ્તારમાં રહેતા વર્ષા સુરેશ ચૌધરીએ ઘરની બારી પાસે આવેલ બોર્ડ માં મોબાઈલ ફોન ચાર્જિંગમાં મુક્યો હતો.તે સમયે ઘરમાં તેના પતિ સુરેશ ચૌધરી તથા દીકરો ભાવિન હાજર હતા.ત્યારબાદ વર્ષા ચૌધરી ઘરના વાળાના ભાગે કામ કરતા હતા અને તેમનો પતિ તથા દીકરો બંને જણા આગળના રૂમમાં ઉંઘી ગયા હતા.કામ પૂર્ણ કરીને ઘરમાં મોબાઇલ લેવા જતા ચાર્જિંગ માં મુકેલ મોબાઇલ મળી આવ્યો નહોતો.અને જેથી ઘરમાં પતિને અને દીકરાને મોબાઇલ વિશે પૂછ્યું હતું.પરંતુ તેમની પાસે પણ મોબાઈલ મળી આવ્યો ન હતો.તેમજ મોબાઇલ પર ફોન કરતા મોબાઇલ ચાલુ હતો પરંતુ કોઇ રીસીવ કરતું ન હતુ અને મોબાઇલ બે દિવસ સુધી ચાલુ હતો,ત્યાર બાદ મોબાઇલ સ્વીચ ઓફ થઈ ગયો હતો.જેથી મહિલાનો REALME કંપનીનો કાળા કલરનો મોડલ નં-C53 (કિં.રૂ.10,000/- )ચોરાઈ ગયો હોય એવું જણાઈ આવ્યું હોવાથી વ્યારા પોલીસ મથકે મોબાઈલ ફોન ચોરી અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે.અને પોલીસે ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590