Latest News

વ્યારાના ટીચકપુરા ગામ ખાતે પિકઅપ પલ્ટી મારી જતા અકસ્માત,મહિલાનું મોત એકને ઈજા

Proud Tapi 16 Dec, 2023 05:40 PM ગુજરાત

વ્યારા તાલુકાના ટીચકપુરા ગામ ખાતે ને.હા. નં.૫૩ ઉપર પિકઅપ ડીવાઈડર ઉપર ચઢી જતાં,પિકઅપ  પલટી મારી ગયો હતો. અક્સ્માતમાં મહિલાનું મોત નિપજ્યું હતું અને એકને ઈજા પહોંચી હતી.

આણંદ જિલ્લાના ખંભાત ગામના ઈમરાન આરીફ  વ્હોરા પોતાના કબજાનો પિકઅપ લઈને સોનગઢ તરફથી પુર ઝડપે અને ગફલત  ભરી રીતે હંકારી લાવી રહ્યા હતા.તે વેળાએ ટીચકપુરા ગામની સીમમાંથી પસાર થતા નેશનલ હાઈવે 53 પર સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી  દેતા રોડના ડીવાઇડર ઉપર પિક અપ ચડાવી દીધો હતો.ત્યારે પિક અપ પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.અક્સ્માતમાં પિકઅપ ચાલકની માતા  ઝાયદાબેનને  માથાના ભાગે ગંભીર ઈજા પોંહચતા સ્થળ ઉપર મોત નિપજ્યું હતું. તેમજ આરીફ ઉમરભાઈ વ્હોરાને શરીરે ઇજાઓ પહોંચી હતી.ત્યારે વ્યારા પોલીસે અકસ્માત અંગેનો ગુન્હો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post