ડોલવણ પોલીસ અને તાપી જિલ્લા એસ.ઓ.જી.ટીમ એ સંયુક્ત કામગીરી કરીને ડોલવણ ધાંગધર ગામ ખાતે ગેરકાયદેસર ગાંજાના છોડનું વાવેતર કરનાર એકને ઝડપી પાડયો હતો.તેમજ ગાંજાના છોડ સહિત કુલ કિંમત રૂપિયા ૭૩,૧૬૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.તેમજ બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
ડોલવણ પોલીસ અને તાપી જિલ્લા એસ.ઓ.જી.પોલીસ સ્ટાફના માણસો એ બાતમીના આધારે સંયુક્ત કામગીરી હાથ ધરી હતી.જે બાતમીના આધારે ડોલવણ પોલીસ અને એસ.ઓ.જી.પોલીસ સ્ટાફના માણસો એ ધાંગધર ગામના ઉપલુ ફળિયા ખાતે રહેતા સુરેશ શુક્કર કોંકણી (ઉ.વ.૩૦) ના ઘરે રેડ કરી હતી.ત્યારે ઘરની પાછળ આવેલા ખેતરમાં ગાંજાના છોડ મળી આવ્યા હતા.જે બાદ પોલીસ સ્ટાફના માણસો એ સુરેશ શુક્કર કોંકણી ની અટકાયત કરી હતી.તેમજ સ્થળ પરથી ગાંજાના છોડવા નંગ ૦૪ જેની કિંમત રૂપિયા ૭૨,૬૬૦/- તથા મોબાઇલ ફોન આશરે કિંમત રૂપીયા ૫૦૦/- એમ મળી કુલ કિંમત રૂપીયા ૭૩,૧૬૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.તેમજ ગાંજાના છોડનું વાવેતર માટે બિયારણ પૂરો પાડનાર અનિલ ભાન કોંકણી તથા ગાંજાનો છોડ નો ઉપયોગ કરનાર એમ બે ઇસમો ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.ડોલવણ પોલીસ મથકે આ અંગે ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590