વ્યારા નગરમાં ઠક્કર ચેમ્બર્સની સામે રહેતો પરિવાર નિઝર ખાતે પાંચ દિવસ માટે જતા,બંધ ઘરના મકાનમાંથી રોકડ રૂપિયા 37,500/- અને 1 લાખના દાગીના એમ મળી કુલ કિંમત રૂપિયા 1,37,500/- ના મુદ્દામાલની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
વ્યારા નગરમાં ઠક્કર ચેમ્બર્સની સામે રહેતા સાવન શુક્કર ઢોડીયા (રહે.રામદેવ નગર સોસાયટી, શિવદયાલ અગ્રવાલનાઓના ભાડાના મકાનમાં,ગામ.નિઝર તા.નિઝર જી.તાપી મૂળ રહે.ઠક્કર ચેમ્બર્સની સામે, કોલેજ રોડ, વ્યારા, તા.વ્યારા, જી.તાપી) તેના પરિવાર સાથે તા.14/08/2023 ના રોજ નિઝર ખાતે રહેવા ગયા હતા અને તા.19/08/2023 ના રોજ બપોરના વ્યારા ખાતેના ઘરે પરત ફર્યા હતા ત્યારે ઘર નુ તાળુ તુટેલ હતું,દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ કરતા પ્રથમ રૂમમાં મુકેલ ચાર કબાટો પણ ખુલ્લા હતા અને કબાટમાં નો સર સામાન વેરવિખેર પડેલો હતો.તેમજ પાછળના રૂમમાં પ્રવેશ કરતા તેમાં મુકેલ કબાટ પણ ખુલ્લુ હતુ અને સામાન વેરવિખેર પડેલ હતો અને લોકર ખુલ્લી હાલતમાં હતા.જે બાદ ઘરની તપાસ કરવામાં આવતા રોકડ રૂપિયા રૂ.37,500/- મળી આવેલ નથી તેમજ પાછળના રૂમમાં મુકેલ કબાટમાં મૂકેલ સોનાનું મંગળસુત્ર નંગ-01 કિ.રૂ.60,000/- તથા સોનાની ચેન નંગ-01 કિ.રૂ.20,000/- તથા સોનાનું બ્રેસલેટ નંગ-01 કિ.રૂ.20,000/- એમ મળી કુલ કિ.રૂ.1,37,500/- ના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જણાઇ આવ્યું હતું.બનાવ અંગે વ્યારા પોલીસે ચોરી નો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590