વ્યારા ખાતે પૈસાની લેવડ દેવડ મામલે ૪ ઈસમોએ ઝઘડો કરી, ચપ્પુ તથા લાકડા તેમજ પાઇપથી ૨૮ વર્ષીય યુવકને માર માર્યો હતો.અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
વ્યારાના જુનેદ ગુલામ શેખ એ તલ્હા મકસદ કુરેશી પાસેથી ત્રીસ હજાર રૂપિયા લીધા હતા અને થોડા સમય પછી પરત આપી દેવાની વાત કરી હતી.પરંતુ આ રૂપિયા પરત આપેલ નહી, ત્યારે રૂપિયા માંગવા માટે તા.૨૭/૦૯/૨૦૨૩ ના રોજ તલ્હા મકસદ કુરેશી(ઉ. વ.૨૮ રહે.વ્યારા તા.વ્યારા જી.તાપી) એ ફોન કરી પૈસાની માંગણી કરી હતી. ત્યારે જુનેદ ગુલામ ઝગડો કરવા લાગ્યો હતો અને કહ્યું હતું કે, તને રૂપિયા આપવાનો નથી તારે જે કરવું હોય તે કરી લે અને બીજીવાર રૂપિયા માંગશે તો તને માર મારીશ.
ત્યારબાદ તલ્હા મકસુદ કુરેશી પોતાના મિત્રો સાથે માલીવાડ ખાતે ઉમિયા શો મીલ પાસે બેઠેલા હતો .તે વેળાએ (૧ ) જુનેદ ગુલામ શેખ, (૨) જેદ ગુલામ શેખ (૩) ઇન્ઝમામ રઝાક શેખ (૪) અરબાઝ ઇબ્રાહીમ પઠાણ (તમામ રહે.વ્યારા તા.વ્યારા જી.તાપી )એ રૂપિયાની લેતી દેતી બાબતે અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો.અને ચપ્પુ તથા લાકડા તેમજ પાઇપથી માર મારી તલ્હા મકસુદ કુરેશીને છાતીના ભાગે તેમજ બન્ને હાથમાં તથા શરીરે ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.વ્યારા પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590