મહેશ પાડવી (પ્રતિનિધિ) : કુકરમુંડા ખાતે જમીન ના હિસ્સા મામલે ઝઘડો થતાં સાત વ્યક્તિએ એક મહિલા સહિત ત્રણને માર માર્યો હતો, ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને સાત સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
કુકરમુંડા ખાતે રહેતા નફીસાબેન મોહિયુદ્દીન ઘાંચી પોતાના જેઠ ના છોકરા સાથે ઘરના આંગણા ના ઓટલા ઉપર બેઠેલા હતા.ત્યારે નફીસાના માસીના છોકરો અબ્દુલશકુર ઐયુબ ઘાંચી જોર જોરથી બૂમો મારી કહેતો હતો કે, તને અને તારા બાપ મઝહરભાઈ ને ઘરમાંથી અને જમીન માંથી હિસ્સો જોઈએ છે, થોભ હું તને બતાવું છું.તેમ કહી તેમણે કોઈને ફોન કરેલ અને થોડી જ વારમાં ત્યાં છ જેટલા ઈસમો આવી ગયા હતા.અને નફીસાના જેઠના છોકરો મહંમદ જકરિયા ને માર મારવા લાગ્યા હતા, તેમજ નફીસા અને તેના છોકરાને પણ માર મારવામાં આવ્યો હતો.ત્યારે આસપાસના લોકો વચ્ચે પડતા તેમને છોડાવ્યા હતા.જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.નફીસાએ (૧)અબ્દુલ શકુર ઐયુબ ઘાંચી,(૨)સોહેબ ઐયુબ ઘાંચી,(૩)અતીકુરહેમાન ઐયુબ ઘાંચી,(૪)અબ્દુલ રઉરૂ ઐયુબ ઘાંચી,(૫)અબ્દુલ ગફુર ઐયુબભાઈ ઘાંચી,(૬)સમીર અબ્દુલ ગફુર ઘાંચી,(૭)અમીર શકુર ઘાંચી (તમામ રહે.કુકરમુંડા ) એમ કુલ સાત સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.નિઝર પોલીસે આ અંગે ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590