મહેશ પાડવી (પ્રતિનિધિ) : નિઝરના તાલુકાના ખોડદા ખાતે ગણપતિ વિસર્જનમાં બેન્ડ પાર્ટી બંધ કરવા માટે કહી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા ચાર સામે નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
નિઝરના ખોડદા ગામના મજનુ રૂપસિંગ વળવી અને તેમના પિતા કાવઠા(નેવાળા) ગામની ગણપતિ મુર્તિ વિસર્જન કાર્યક્રમમાં જોડાયા હતા.બંને ખોડદા ગામ પાસે ગ્રામ પંચાયત ઓફિસ ની સામે ઉભા હતા.તે દરમિયાન ગણપતિ વિસર્જન માં આવેલ બેન્ડ પાર્ટીને કૃપાલ કિશોર પાડવી એ બંધ કરાવી દીધું હતું,અને મજનુ વળવીને કહેતો હતો કે, બેન્ડ પાર્ટી ચાલુ કરશો તો તેને ચીરી ફાડી નાખીશ અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી.તેમજ (૧) કૃપાલ કિશોર પાડવી, (૨) કિશોર કિશન પાડવી,(૩) ગોપાલ કિશોર પાડવી,(૪ ) કિશન સેગજીભાઇ પાડવી (તમામ રહે. ખોડદા ગામ નિશાળ ફળિયું, તા. નિઝર જી. તાપી.) એ પાછળથી ધસી આવી મજનુ વળવી તથા તેમના પિતાને નાલાયક ગાળો આપી ઢીકક મુકકીનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.નિઝર પોલીસે આ અંગેની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590