વ્યારા નગરમાં સ્ટેશન રોડ ઉપર આવેલ એક્ષીસ બેંકના ATM માં કોઈ અજાણ્યા ઈસમ દ્વારા રૂ.૨૦૦ ના દરની ૧૯ જેટલી નકલી નોટ જમા કરવામાં આવી હતી.જે બાદ વ્યારા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ગત તારીખ ૧૬/૦૩/૨૦૨૩ ના રોજ સવારના ૧૧ વાગ્યાના અરસામાં સી.એમ.એસ.ના કર્મચારીઓ વ્યારા નગરમાં સ્ટેશન રોડ ઉપર આવેલ એક્ષીસ બેંકના એ.ટી.એમ.માં સર્વિસ કરવા માટે આવેલ હતા.ત્યારે એ.ટી.એમ. માં રીજેક્ટેડ કેસેટમાં રૂપિયા-૨૦૦/- ના દરની કુલ ૧૯ નકલી નોટો મળી આવી હતી. જે બાદ એ.ટી.એમ. ના રીજેક્ટેડ કેસેટમાંથી મળી આવેલ રૂ.૨૦૦/- ના દરની ચલણી નોટ નંગ- ૧૯ એક્ષીસ બેંકના મશીનમાં ચેક કરતા જાલી ચલણી નોટ હોવાની પુષ્ટિ થઈ હતી.તેમજ બ્રાન્ચ મેનેજર દ્વારા આ અંગે વ્યારા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.વ્યારા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590