દેડિયાપાડાના વાડવા ગામમાં દૂધ ભરવા જતી મહિલાને ત્રણ મહિલાઓ મળીને લાકડીના સપાટાનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના દેડીયાપાડાના વાડવા ગામના મીનાબેન અર્જુનભાઇ વસાવા (રહે. નદી ફળિયું, વાડવા તા. દેડિયાપાડા જી.નર્મદા )પોતાના ઘરેથી ડેરીમાં દૂધ ભરવા માટે જતા હતા તે વેળાએ (૧) કુંતાબેન વેંચાણભાઇ વસાવા (ર) સુનિતાબેન વિરસીંગભાઇ વસાવા (૩)ચક્કીબેન ગોપાલભાઇ વસાવા (ત્રણેય રહે.વાડવા તા.ડેડીયાપાડા જિ.નર્મદા)એ મીનાબેનને લાકડીઓનાં સપાટા વડે માર મારી મુંઢ ઇજા પહોંચાડી હતી.તે અમારા ઘરના સભ્યો વિરુદ્ધ અરજી કેમ આપેલ છે તુ ડાકણ છે તેમ કહી ગમેતેમ અપશબ્દો બોલી ત્રણેય મહિલાઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે બાદ મીનાબેને આ અંગેની ફરિયાદ દેડીયાપાડા પોલીસ મથકે નોંધાવી હતી.પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590