સોનગઢના માંડળ ટોલ નાકા પાસેથી ટ્રકમાં લઈ જવાતા ૧૫ ભેસોને ગૌરક્ષકોની મદદથી સોનગઢ પોલીસે પકડી લઈ કાર્યવાહી હાથ ધરી છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ગૌરક્ષક મહેન્દ્રસિંહ ગંગાસિંહ રાજપુરોહિત ને બાતમી મળી હતી, જેના આધારે તેમણે સોનગઢના માંડળ ટોલનાકા પાસે ને.હા.નં.૫૩ ઉપર વ્યારા થી સોનગઢ આવતા ટ્રેક ઉપર અશોક લેલન કંપનીનો ટ્રક નંબર GJ-01-GT-0806 ને રોકી સોનગઢ પોલીસને જાણ કરી હતી,જે બાદ સોનગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ટ્રક સવાર (૧)સીરાજ ફકીરરહિમ બિસ્મિલા શાહ (રહે.મિઠ્ઠી ભાગોળ તળાવ, મુનસફ જૂની કોર્ટ ની બાજુમાં કડી તા. કડી જી.મહેસાણા )તથા (૨) રહિમ બિસ્મિલા શાહ (રહે.મિઠ્ઠી ભાગોળ તળાવ, મુનસફ જૂની કોર્ટ ની બાજુમાં કડી તા.કડી જી.મહેસાણા)ની અટક કરવામાં આવી હતી.તેમજ મહેસાણા થી ભેંસો ભરી આપનાર ઈરફાન ચાંદભાઈ કુરેશીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
તેમજ ૧૫ નંગ ભેંસોની કિંમત રૂ.૧,૫૦,૦૦૦/- હોય, તેમજ પાડાની કિ.રૂ. ૫,૦૦૦/- હોય, તથા ટાટા ટ્રક નંબર- GJ-01-GT-0806 ની કિંમત રૂ.૫,૦ ૦,૦૦૦/- હોય એમ મળી કુલ રૂ. ૬,૫૫,૦૦૦/- નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે,ઈરફાન ચાંદભાઈ કુરેશી (રહે.સહારા ગેસ્ટ હાઉસ પાસે, કડી તા. કડી જી. મહેસાણા )એ પોતાના ઘરના વાડામાંથી ભેંસ ભરી આપેલ હતી.અને બંને ઈસમો મહારાષ્ટ્ર રાજ્યના ધુલીયા ખાતે પશુઓનુ બજાર ભરાય છે, ત્યાં વેચાણ કરવા જઈ રહ્યા હતા.આ અંગેની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે નોંધવામાં આવી હતી તેમજ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590