સોનગઢ પોલીસ બાતમીના આધારે કારમાં લઈ જવાતો ૯૬ હજારનો દારૂ સહિત કાર ચાલકને ઝડપી લઈ પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
સોનગઢ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી ના આધારે સરજાંબલી ગામમાંથી પસાર થતા માંડવી જતા રોડ પર પોલીસ વોચ ગોઠવી હતી,તે દરમિયાન સામેથી આવતી સ્વિફ્ટ કાર નંબર GJ - 05- JL- 5491 પસાર થઈ રહી હતી ત્યારે તેને કોર્ડન કરી ગાડીની તપાસ કરતા ગાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની કુલ બોટલો નંગ - ૧૯૨૦ મળી આવી હતી.જેની કિંમત ૯૬,૦૦૦/- કારચાલક મેહુલભાઈ જશવંતભાઈ ચૌધરી (રહે.ભાતખાઈ પટેલ ફળીયુ તા.માંડવી જી.સુરત) ની અટક કરવામાં આવી હતી.તેમજ દારૂની કુલ બોટલો નંગ - ૧૯૨૦ જેની કિંમત ૯૬,૦૦૦/- હોય, મોબાઈલ નંગ - ૨ જેની આશરે કિં.રૂ.૫૫૦૦/- હોય તથા સ્વિફ્ટ કાર જેની કિં.રૂ.૩,૦૦,૦૦૦/- હોય એમ મળી કુલ ૪,૦૧,૫૦૦/- નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.
તેમજ લક્કટકોટથી ગાડીમાં દારૂનો જથ્થો ભરી આપના૨ (૧) ઈસમ (જેનું નામ ઠામ જણાઈ આવેલ નથી ) તથા દારૂનો જથ્થો મંગાવનાર (૨) આશિષ રાજુભાઈ ચૌધરી (રહે.સઢવાવ તા.માંડવી જી.સુરત તથા (૩) કિરિટ ચોધરી (રહે. ફેદરીયા તા.માંડવી જી,સુરત ) (૪) સુંદર ચૌધરી (રહે.મોરીઠા તા.માંડવી જી.સુરત ) તથા (૫) પવનો ચૌધરી (રહે.ડઢવાળા ચોકડી તા.માંડવી જી.સુરત )એમ મળી કુલ પાંચને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. અને આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590