તાપી જિલ્લા એલ સી બી ટીમ દ્વારા સુરત શહેર સારોલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપી જયેશભાઈ શંકરભાઈ રાઠોડ ની સોનગઢ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.
તાપી જિલ્લા એલ.સી.બી.પોલીસ સ્ટાફના માણસો સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ,તે દરમિયાન સંયુક્ત રાહે ખાનગી બાતમી મળી હતી કે સુરત શહેર સારોલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ગુન્હામાં સંડોવાયેલ આરોપી સોનગઢના હાથી ફળિયામાં આવેલ છે જે બાતમીના આધારે તાપી lcb ની ટીમે સોનગઢના હાથી ફળિયામાં તપાસ માટે ગઈ હતી ત્યારે સુરત શહેર સારોલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા નાસતા ફરતા વોન્ટેડ આરોપી જયેશભાઈ શંકરભાઈ રાઠોડ (રહે. હાથી ફળિયું,સોનગઢ તા. સોનગઢ જી.તાપી)ને ઝડપી પાડ્યો હતો.અને આરોપીને સોનગઢ પોલીસને સોંપવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590