આ સાડીમાં રામ મંદિરની પ્રતિકૃતિ, રામાયણની તમામ ઘટનાઓ અંકિત કરવામાં આવી છે. આ સાથે જ રામ મંદિરથી લડાઈ લડનારાથી લઈ રામ મંદિર બનાવનારાઓનો નામ પણ અંકિત કરવામાં આવ્યો છે.
ટેક્સટાઇલ નગરી સુરતમાં રામાયણની સાડી બનાવવામાં આવી છે. સુરતના સચીન સ્થિત કાપડ ફેક્ટરીમાં રામાયણની સાડી બનાવવામાં આવી છે. આ સાડી અયોધ્યા મોકલવામાં આવશે અને રામલલ્લાને આ સાડી સુપરત કરવામાં આવશે. સાડીમાં રામાયણની તમામ ઘટનાઓ અંકિત કરવામાં આવી છે. રામજન્મથી લઈ વનવાસ, સીતાહરણ, હનુમાન મિલાપ, લંકા દહન અને અયોધ્યા વાપસીનું વર્ણન કર્યું છે.
અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભવ્ય રામમંદિરનું ઉદ્ઘાટન થવાનું છે. ત્યારે સૌ કોઈ આ ઉદ્ઘાટનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ ઉદ્ઘાટન પહેલાં દેશભરમાં રામમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. સુરતના સચિન જીઆઇડીસીના કપડાના વેપારીએ રામાયણ પર જ આખી સાડી બનાવી કાઢી છે.
આ સાડીમાં રામ મંદિરની આવૃત્તિ દર્શાવવામાં આવી છે. આ સાથે જ રામાયણની તમામ ઘટનાઓ અંકિત કરવામાં આવી છે. આ સાથે જ રામ મંદિરથી લડાઈ લડનારાથી લઈ રામ મંદિર બનાવનારાઓનો નામ પણ અંકિત કરવામાં આવ્યો છે. રામ મંદિરને લઇને દેશભરમાં અલગ અલગ વસ્તુઓ દેશભરમાં તૈયાર થઈ રહી છે. ત્યારે ટેક્સટાઇલ નગરી તરીકે ઓળખાતા સુરતમાં વેપારી દ્વારા આ ખાસ સાડી તૈયાર કરવામાં આવી છે. જો કે, આષાઢી વેચાણ માટે નહીં પણ ભગવાનના દરબારમાં અર્પણ કરવા માટે તૈયાર કરવામાં આવી છે. ત્યારે આ સાડી હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે. જો કે, વેપારી દ્વારા સુરતમાં ખાસ આ પ્રકારની છે. આ પ્રકારની અનેક સાડીઓ સુરતમાં તૈયાર કરવામાં આવી છે. ત્યારે આ સારી હાલ ચર્ચામાં સૌથી આગળ છે.
રામ મંદિરના ઉદ્ઘાટન હવે ગણતરીના દિવસ બાકી છે ત્યારે દેશભરમાંથી રામ ભક્તો રામ મંદિરને લગતી અલગ અલગ આવૃત્તિઓ અંકિત કરી અત્યારથી જ ભક્તિમય વાતાવરણ ઊભું કરી રામમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. દરેક વસ્તુમાં સુરત શહેર આગળ હોય છે ત્યારે ભગવાન રામરામ મંદિરના ઉદાહરણ પ્રસંગને લઈને પણ ભગવાન રામ માટે અલગ અલગ વસ્તુ તૈયાર કરવામાં સુરતથી આગળ હોય તેવું ફરી એક વખત વેપારીઓ દ્વારા સાબિત કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590