Latest News

તાજેતરમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઇ સ્થિતિ અંગેની સમીક્ષા કરતા રાજ્ય મંત્રી મુકેશ પટેલ

Proud Tapi 02 Jul, 2023 03:33 PM ગુજરાત

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલે આજે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બોરખડી,લોટરવા અને કહેર ગામ ખાતે ભારે વરસાદથી પ્રભાવિત કેટલાક વિસ્તારોની સ્થળ મુલાકાત કરી જાત નિરીક્ષણ કર્યું હતું.વરસાદી પાણીથી અસરગ્રસ્ત પરિવારો અને ગ્રામજનો સાથે જાત મુલાકાત લઈ વાતચીત કરી સમસ્યાઓથી વાકેફ થયા હતા.

જેમાં બોરખડી ગામે ઘરની છત ઉડી જવાથી ઘરમાં પાણી ભરાઈ જવા તેમજ લોટરવાના એક-બે ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા અસરગ્રસ્ત પરિવારો ને વહેલી તકે સરકાર તરફથી મળવાપાત્ર સહાયની ચુકવણી અંગે મંત્રી પટેલે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

વરસાદથી અસરગ્રસ્તોને થયેલ નુકસાન/ઘટના સંદર્ભે ત્વરિતપણે રિપોર્ટ બનાવી સંબંધિત વિભાગમાં રજૂ કરી અસરગ્રસ્ત પરિવારોને સહાય મળે તે માટે મંત્રીએ ગામના સરપંચ તેમજ તલાટીઓને સૂચનો આપ્યા હતા.તેમજ તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે થયેલ નુકસાન અંગે ઝડપભેર સર્વેની કામગીરી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.

આ ઉપરાંત કહેર મુકામે  રેલ્વે અંડર ગ્રાઉન્ડ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા ગ્રામજનો સંપર્ક વિહોણા બની રહે છે. જે અંગે ગ્રામજનો પાસેથી પરિસ્થિતિનો ચિતાર મેળવી મંત્રી પટેલે તાત્કાલિક ધોરણે નવા બ્રિજ અંગેની દરખાસ્ત રજુ કરવા તથા  તે માટે સર્વે કરી વૈકલ્પિક રસ્તા અંગેની જાણ કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.

અસરગ્રસ્ત ગામોની મુલાકાત દરમિયાન વ્યારાના પ્રાંત અધિકારી  આર.સી.પટેલ ,વ્યારા મામલતદાર એચ.જે.સોલંકી,તંત્રના સંબંધિત અધિકારીઓ સહિત અસરગ્રસ્ત ગામોના સરપંચ-તલાટી ઉપસ્થિત રહ્યા હતા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post