Latest News

મણીપુરની ઘટના અંગે તાપી જિલ્લા આદિવાસી સમાજ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું

Proud Tapi 24 Jul, 2023 12:16 PM ગુજરાત

મણિપુરમાં 2 મહિલાઓ પર થયેલા અમાનવીય કૃત્યના વિરોધમાં તાપી આદિવાસી સમાજ દ્વારા તાપી કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરવામાં આવી હતી.

તાપી જિલ્લામાં આદિવાસી સમાજ દ્વારા વ્યારા ખાતે રેલી કાઢી તાપી જિલ્લા કલેકટર મારફતે  રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર  , મણીપુરમાં 2  આદિવાસી મહિલાઓ પર બળાત્કાર ગુજારીને નગ્ન અવસ્થામાં જાહેરમાં પરેડ કરાવી ને અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. જેનો વિડીયો ગત બુધવારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મણીપુરમાં બે મહિના કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં પણ હિંસક જાતિ વિગ્રહ અટકાવી શકાયો નથી.

મણિપુરમાં છેલ્લા બે મહિનાઓ કરતાં પણ વધુ સમયથી વિવિધ સમુદાયો – સમૂહો વચ્ચે હિંસક વર્ગ – વિગ્રહ ચાલી રહ્યો છે. જેમાં સેંકડો હત્યાઓ, બળાત્કાર, અત્યાચાર તેમજ જાન-માલને પારાવાર નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. મણિપુર રાજ્યમાં લગભગ છેલ્લા બે મહિનાથી ઇન્ટરનેટ સેવા તથા અન્ય સેવાઓ બંધ હોવાથી ત્યાં શું થઈ રહ્યું છે, તે બાબતોથી દેશ અજાણ હતો.ઇન્ટરનેટ સેવા શરૂ થતાં જ બે મહિલાઓને ટોળા દ્વારા જાહેરમાં નગ્ન પરેડ કરાવી તેમની સાથે પાશવી હરકતો કરવામાં આવે તે પ્રકારનો વિડિયો સાર્વજનિક થયેલ છે.ત્યારે સમગ્ર દેશમાં તેની નિંદા કરવામાં આવી રહી છે.

આદિવાસી સમાજ ના જણાવ્યા અનુસાર,સરકાર દ્વારા જે તે સમયે તકેદારીના પગલા લેવામાં આવ્યા હોત તો મણીપુરની સ્થિતિ બેકાબૂ થઈ જ ન હોત.પરંતુ આ હિંસક સંઘર્ષ ની યોગ્ય તપાસ થવી જોઈએ તથા આવનાર સમયમાં આવી બેદરકારી ન થાય તે માટે યોગ્ય પગલાં લેવા જરૂરી બન્યા છે.

મણીપુરમાં હિંસક જાતિ વિગ્રહ અટકાવવામાં આવે તેમ જ પીડિત મહિલાઓ ને ન્યાય અપાવવામાં આવે તેવી માંગ આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post