તાપી જિલ્લાનું ગ્રેડવાઈઝ પરિણામ જોઈએ તો A1-૦0, A2-૯૧, B1-૩૭૬, B2-૮૯૬, C1-૧૩૨૧, C2-૧૧૪૦, D-૧૭૧, E1-1, ગ્રેડ પ્રાપ્ત કરી કુલ ૭૨.૩૦ ટકા પરિણામ રહ્યું છે.
સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના જાહેર કરાયેલા ઓનલાઈન પરિણામ આજરોજ પ્રસિધ્ધ થતા તાપી જિલ્લાનું સામાન્ય પ્રવાહ ધોરણ-૧૨ નું પરિણામ ૭૨.૩૦ ટકા નોધાયું છે.તાપી જિલ્લાના કુલ ૫૫૨૭ વિદ્યાર્થીઓએ ધો.૧૨ બોર્ડની પરીક્ષા આપી હતી, જેમાંથી કુલ ૩૯૯૬ વિદ્યાર્થીઓ પાસ થયા છે.
તાપી જિલ્લાના કેન્દ્ર વાઈઝ પરિણામ ની વિગતો જોઇએ તો, વ્યારા કેન્દ્રનું પરિણામ ૭૧.૬૫ ટકા, સોનગઢ કેન્દ્રનું પરિણામ ૭૭.૧૮ ટકા,ઉચ્છલ કેન્દ્રનું પરિણામ ૭૯.૯૧ટકા, વાલોડ કેન્દ્રનું પરિણામ ૬૯.૨૨ ટકા, બુહારી કેન્દ્રનું પરિણામ ૭૭.૮૬ ટકા અને નિઝર કેન્દ્રનું પરિણામ ૫૭.૩૯ ટકા આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માં ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને તાપી જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તરફથી શુભેચ્છાઓ પાઠવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590