Latest News

ડાંગ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં S.S.C પરીક્ષાનો પ્રારંભ,પ્રથમ દિવસે ૨ હજાર ૯૭૮ પૈકી ૬૭ પરિક્ષાર્થીઓ ગેરહાજર

Proud Tapi 12 Mar, 2024 11:29 AM ડાંગ

સમસ્ત રાજ્યમાં આજથી શરૂ થયેલી S.S.C ની પરીક્ષા અંતર્ગત ડાંગ જિલ્લામાં પણ કુલ ૧૩ કેન્દ્રો ઉપર નોંધાયેલા ૨ હજાર ૯૭૮ પરીક્ષાર્થીઓ પૈકી ૬૭ વિધાર્થીઓ ગેરહાજર રહેતા, ૨ હજાર ૯૧૧ પરિક્ષાર્થીઓએ પ્રથમ દિવસે ગુજરાતીની પરીક્ષા આપી હતી.

જિલ્લાના કંટ્રોલ રૂમમાથી પ્રાપ્ત વિગતો અનુસાર પ્રથમ દિવસે ગુજરાતીના પેપરમાં સૌથી વધુ ૧૦/૧૦ વિધાર્થીઓ દીપદર્શન સ્કૂલ-આહવા, અને સરકારી માધ્યમિક શાળા-પીપલદહાડ કેન્દ્ર ઉપર ગેરહાજર નોધાયા હતા. જ્યારે સૌથી ઓછો એક વિધાર્થી સરકારી માધ્યમિક શાળા-સુબીર ખાતે ગેરહાજર નોધાયા હતો.


આ ઉપરાંત સરકારી માધ્યમિક શાળા-આહવા ખાતે ૩, તાલુકા શાળા-વઘઇ ખાતે ૮, આદર્શ નિવાસી શાળા-વઘઇ ખાતે ૨, એકલવ્ય સ્કૂલ-માલેગામ ખાતે ૭, નવજ્યોત સ્કૂલ-સુબીર ખાતે ૮, ઋતુમ્ભરા વિધાયાલય-સાપુતારા ખાતે ૪, એકલવ્ય સ્કૂલ-સાપુતારા ખાતે ૨, માધ્યમિક શાળા-પિંપરી ખાતે ૮, સરકારી માધ્યમિક શાળા-સાકળપાતળ ખાતે ૪ મળી કુલ-૬૭ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

જિલ્લા વહીવટી તંત્રે સમગ્રતયા પરીક્ષા સંચાલન ઉપર સુચારુ આયોજન ગોઠવી, કોઈ પણ પરીક્ષાર્થીઓને અગવડ ન પડે તેની તકેદારી રાખી હતી. મહાનુભાવોએ પરીક્ષા કેન્દ્રો ઉપર ઉપસ્થિત રહી, પરીક્ષાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post