Latest News

સોનગઢમાં એસ.ટી. બસ ડ્રાઈવર ચાલુ ફરજે દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા કાર્યવાહી

Proud Tapi 26 May, 2023 02:39 PM તાપી

આજે રોજ સોનગઢ બસ સ્ટેન્ડ પર મદદનીશ સુરક્ષા નિરીક્ષક દ્વારા સ્પેશિયલ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી, જેમાં ચાલુ ફરજ પર દારૂ પીધેલી હાલતમાં બસનો ડ્રાઈવર મળી આવતા કાર્યવાહી કરાઇ છે.

સોનગઢ બસ સ્ટેન્ડ પર મદદનીશ સુરક્ષા નિરીક્ષક દ્વારા સ્પેશ્યલ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી.જેમાં બસ  કંડકટર અને ડ્રાઇવરની આલ્કોહોલની તપાસણી કરવામાં આવી હતી, ત્યારે સોનગઢ એસ.ટી ડેપો ખાતે ઉભેલ એસ.ટી બસ ના ડ્રાઇવર તથા કન્ડક્ટરોની  આલ્કોહોલ તપાસણી કરવામાં આવતા ત્યાં ઉભેલા બસ નં GJ-18-2-8172 ના ડ્રાઇવર ચેતનભાઇ સી પ્રજાપતિ બેજ.નં ૧૯૪ તથા કન્ડક્ટર તરીકે લખાભાઇ સોમાભાઇ ચાવડા બેજ.નં ૪૩૧૭૮ નાઓ ફરજ ઉપર હોય તેઓને ચેક કરતા કન્ડક્ટર લખાભાઇ સોમાભાઈ ચાવડા ના ને આલ્કોહોલ બ્રેથ એનાલાઇઝર મશીનથી  થી ચેક કરતા આલ્કોહોલ ડિટેક્ટ થતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.તેમજ કન્ડક્ટર લખાભાઇ સોમાભાઈ ચાવડા (રહે.ચન્દુમણા તા.પાટણ જી પાટણ) તેને ચાલુ ફરજ દરમ્યાન કેફી પીણાં નો નશો કરેલી હાલતમાં મળી આવેલ હોવાથી તેમને ફરજ ઉપર થી ઉતારી લીધેલ છે.તેમજ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post