અધુરો ઘડો છલકાઈ જાય, ખાલી ચનો વાગે ઘણો જેવી કહેવતો હવે સાબિત થઈ ગઈ..!
તાપી જિલ્લામાં કેટલાક લેભાગુ લોકો ગાડીઓ પર અંગ્રેજીમાં પ્રેસ(PRESS) લખાવી લોકોની વચ્ચે પોતે પત્રકાર હોય તેવો હાવ ઉભો કરવા આમતેમ આંટાફેરા કરતા નજરે ચડે છે. પત્રકાર જગત માં પ્રસિદ્ધ પત્રકારો અને ખોટા પત્તરકારો વચ્ચે સીધી લીટીમાં એક જંગ છેડાઈ ચુકી છે. પ્રસિદ્ધ પત્રકારોનું સમાજમાં આજે પણ માન સન્માન જળવાઈ રહ્યું છે, કારણ કે સમાજનો બુદ્ધિજીવી વર્ગ સમજી ચુક્યો છે ,કે પોતાના વાહનો પર પ્રેસ શબ્દ લખાવી ફરવાથી કોઈ પત્રકાર નથી બની જતો. પણ ચોમાસામાં દેડકાની જેમ ડ્રાંઉં ડ્રાંઉં કરતા નજરે ચડતા લેભાગુ પત્તરકારો અહમ અને વહેમ માં ફરતાં હોય છે.જોકે આ ભેદરેખા સામાન્ય જ નથી લઈ સરકારી બાબુઓ પણ વાકેફ થઇ ચુક્યા છે, જેથી તેઓ પણ પ્રસિદ્ધ અને નામાંકિત પત્રકારો સાથે સંબંધ રાખવામાં સમજદારી સમજી રહ્યા છે.ત્યારે ખ્યાતનામ પત્રકારોને મળતા માન સન્માન ખોટા કે અધૂરા પત્રકારોને પચતું ન હોય તે સમજી શકાય છે.તાપી જિલ્લામાં બની બેઠેલા અખબાર ના તંત્રી દ્વારા પત્રકારો તેમજ તંત્રીને બદનામ કરવાના હેતુથી એનકેન પ્રકારના ખોટા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતા સમગ્ર તાપી જિલ્લાના પત્રકાર જગત નો માહોલ ગરમાયો છે.બની બેઠેલા અખબાર ના તંત્રી દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતા અનેક ટીકાઓનો સામનો કરવો પડ્યો.
તાપી જિલ્લામાં બની બેઠેલા અખબારના માલિકો દ્વારા એન કેન પ્રકારે ખોટા અહેવાલ પ્રસિદ્ધ કરી પત્રકારોને બદનામ કરવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.તેમજ શાંતિ પણ માહોલને ડહોળવા માટે આ પ્રકારના અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે. ત્યારે તાપી કલેક્ટર સહિતના જવાબદાર અધિકારીઓ દ્વારા બની બેઠેલા અખબારના માલિકોના અહેવાલની તપાસ કરીને શિક્ષાત્મક પગલાં લઈને દંડ ફટકારવામાં આવે તે જરૂરી બની ગયું છે. તેમજ બની બેસેલા અખબારના તંત્રી દ્વારા પોતાની અંગત દુશ્મનાવટ ના કારણે આ પ્રકારે ખોટા અહેવાલ પ્રસિદ્ધ કરીને પત્રકારને જ બદનામ કરવામાં આવી રહ્યા છે.
અહીં પ્રશ્ન એ પણ થાય છે કે,બની બેઠેલા અખબારના કેટલાક તંત્રી દ્વારા આ પ્રકારના અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે, તો શું તેમને પત્રકારત્વના નીતિ નિયમોનું સુધ્ધા ભાન નથી ? નીતિ નિયમો અને કાયદાનું ભાન ભૂલીને બની બેઠેલા પત્રકારો દ્વારા ખોટા અહેવાલ પ્રસિદ્ધ કરીને પત્રકારોને બદનામ કરવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.તેમજ પત્રકારો વચ્ચેની અંગત દુશ્મનાવટ ના કારણે આ પ્રકારે ખોટા અહેવાલ પ્રસિદ્ધ કરીને તાપી જિલ્લાના પત્રકાર જગતની શાંતિ ડહોળવા પાંગળા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.ત્યારે આ બની બેઠેલા પત્રકારો કોના ઇશારે અન્ય પત્રકારોને બદનામ કરી રહ્યા છે ? તેમજ નીતિ નિયમો અનુસાર બની બેઠેલા અખબાર ના તંત્રી દ્વારા સમયસર ન્યુઝ પેપર પ્રિન્ટ કરવામાં આવે છે, કે નહિ તે અંગે પણ એસ.ડી.એમ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ તાપી પત્રકાર જગતમાં ઉઠવા પામી છે.
ગત તારીખ 8 સપ્ટેમ્બર 2023 શુક્રવારના રોજ "આદિવાસી ક્રાંતિ " સાપ્તાહિક અખબાર ના તંત્રી કમલેશભાઇ ગામીત દ્વારા તેમના અખબારના પ્રથમ પેજ પર પ્રાઉડ તાપી અખબારના તંત્રીનો ફોટો છાપી તેમણે સહાયક માહિતી અધિકારીના મળતીયાઓ ગણાવી તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા નો પ્રયત્ન કરવામાં આવ્યો છે.શું અખબાર ના તંત્રી એ સહાયક માહિતી નિયામક જોડે મિત્ર સંબંધ રાખવામાં માટે કોઈને પૂછવું પડે ? તેવા અનેક પ્રકારના પ્રશ્નો અહિયાં ઊભા થઈ રહ્યા છે.બીજી તરફ "આદિવાસી ક્રાંતિ "સાપ્તાહિક અખબારમાં જણાવ્યા અનુસાર " તાપીના સહાયક માહિતી નિયામકે સરકારી કચેરીમાં આખો દિવસ કેક કાપી પોતાનો જન્મદિવસ ઉજવાતા વિવાદ " અંગેનું હેડિંગ છાપી તેમજ " થોડા સમય પહેલા પત્રકારોએ સહાયક માહિતી નિયામકની સરકારમાં ફરિયાદ કરી હતી તેથી પોતે પત્રકારોમાં અતિ પ્રિય હોવાનું બતાવવા મળતિયાઓને ઓફિસ ટાઈમે કચેરીમાં બોલાવી આખો દિવસ જન્મ દિવસ ઉજવ્યો" હોવાનું બતાવવામાં આવ્યું છે ,ત્યારે તાપીના સહાયક માહિતી નિયામક દ્વારા કોને કોને ફોન કરી બોલાવ્યા છે ,તેની પણ માહિતી કમલેશભાઈ ગામીતે મેળવવી જોઈતી હતી." આદિવાસી ક્રાંતિ " સાપ્તાહિક અખબાર ના તંત્રી કમલેશભાઈ ગામીત દ્વારા ઈરાદા પૂર્વક "પ્રાઉડ તાપી સાપ્તાહિક " અખબારના તંત્રીશ્રી નો ફોટો છાપી તેમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.જેના કારણે હવે પછી આવનાર દિવસોમાં કાયદેસર કાર્યવાહી ના એંધાણ પ્રાઉડ તાપી સાપ્તાહિક અખબાર ના તંત્રી દ્વારા કરવામાં આવ્યા છે.
બની બેઠેલા અખબાર ના તંત્રી કે પત્રકાર દ્વારા જે રીતનો ખોટો અહેવાલ પ્રસિદ્ધ કરીને પત્રકારને જ બદનામ કરવામાં આવી રહ્યા છે ,તેમની સામે કાયદેસરના પગલા લેવામાં આવશે..! ટૂંક સમયમાં બની બેઠેલા પેપર ના માલિક તેમજ ખોટા સમાચાર પ્રસિદ્ધ કરીને વિખવાદ ઉભો કરનાર તેમજ પોતાના અંગત દુશ્મનીને કે કોઈ ને વ્યક્તિગત ટાર્ગેટ કરી ને બદનામ કરવાના બદઇરાદે ખોટા સમાચાર પ્રસિદ્ધ કરનાર સામે માનહાની તેમજ કાયદાકીય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590