આઇસીડીએસ વિભાગ તાપી અને વિઝન મેડિકલ ફાઉન્ડેશન ફોર રૂરલ હેલ્થ એન્ડ રિસર્ચ, બારડોલી અને સહયોગ સિકલ સેલ સારવાર, સંશોધન કેન્દ્ર શિશુદિપ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ,બારડોલી દ્વારા તાપી જિલ્લામાં પ્રથમવાર આંગણવાડીના બાળકોનો સિકલ સેલ નિદાન કેમ્પ ગત તા. ૧૬ જુન ૨૦૨૩ ના રોજ ગ્રામ પંચાયત બોરખડી, તાપી ખાતે યોજવામાં આવ્યો હતો.જેમાં આઇસીડીએસ વિભાગના પ્રોગ્રમ ઓફિસર તન્વી પટેલ, શિશુદિપ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના સિકલ સેલ એક્સપર્ટ ડૉ.જ્યોતિષ પટેલ અને ડૉ.ભારતી પટેલ, સરપંચ બોરખડી ગ્રામ પંચાયત આ કેમ્પમાં ઉપસ્થિત રહી બાળકો અને વાલીઓને જાગૃત કર્યા હતા. આ કેમ્પ દરમિયાન કુલ ૧૦૮ જેટલા લાભાર્થીના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં Sickle Cell trait 24 (22.22%) Sickle Cell disease 1 (0.92%) Normal 83 (76.85%) જોવા મળ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590