વ્યારા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ટી.વાય.બી.એ.સમાજશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓ એ મણીપુરમાં બે મહિના ઉપર થયેલ અમાનવીય કૃત્યના વિરોધમાં તાપી કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી.
તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે આવેલ શ્રીમતી આર. પી ચૌહાણ આટર્સ અને શ્રીમતી જે. કે. શાહ અને શ્રી કે. ડી. શાહ કોમર્સ કોલેજ ના સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ એ મણિપુરી ની ઘટનાની વખોળી કાઢી હતી.અને તાપી કલેક્ટરને ઘટનાના વિરોધમાં આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી અહિંસક રીતે રોષ વ્યક્ત કર્યો હતો.
વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, મણિપુરમાં યૌન ઉત્પીડન થયું છે તેના ભયાવહ વિડિયો ગત બુધવારે વાયરલ થયા છે, આરોપીઓની જેટલી શાબ્દિક નિદા કરે એટલી ઓછી છે. ખાસ કરીને સમાજશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓ અમે આ ઘટનાને વખોળીએ છીએ કારણ કે અમે અમારા વિષયમાં આદિમ જનજાતિનો અભ્યાસ કરીએ છીએ અને આ બાબત અમારા વિષય ક્ષેત્ર સાથે ખુબ ઊંડાણથી જોડાયેલી છે, તેથી અમે આ ઘટનાનાં જવાબદાર પરિબળો પર અને જે લોકો આ દુષ્કર્મ સાથે જોડાયેલા છે તેઓ પર આ આવેદન પત્ર દ્વારા અહિંસક રીતે રોષ વ્યક્ત કરીએ છીએ.
ઘટનાના જવાબદાર લોકો પર પ્રશાસન સખ્ત પગલાં ભરે અને મણિપુરમાં જનજાતીય વિગ્રહ જેમ બને એમ જલ્દી બંધ થાય અને અન્ય વિસ્તારોમાં પણ મણીપુર જેવી ઘટના ન બને અને એ સંદર્ભમાં આવું વિગ્રહ અન્ય કોઈ પણ જાતિઓમાં ના થાય અને ભારતનાં અન્ય રાજયોમાં પણ આવી કોઈ ઘટના ન બને તેવી અમે રજૂઆત અને માંગણી સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590