શહેરના નરોડા વિસ્તારમાં થોડા સમય પહેલા વૃદ્ધાની થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. જેમની હત્યા થઈ હતી તે વૃદ્ધા આરોપીના વડસાસુ હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે મળતી વિગતો પ્રમાણે 2017માં આરોપી અજય એક યુવતી સાથે લીવઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યો હતો, જેને પરિવારજનોને સ્વીકારી લીધો હતો. જોકે, બંનેના અધિકૃત રીતે લગ્ન થયા ન હતા એટલે કે લગ્નના કોઈ પુરાવા પણ ન હતા. આરોપી અને મહિલાને એક સંતાન પણ થયું હતું. થોડા સમય બાદ અજયની એક ગુનામાં ધરપકડ થઈ હતી.
જેથી તેની વડસાસુએ પૌત્રીની ચિંતા થતા તેના લગ્ન અન્ય જગ્યાએ કરાવી નાખ્યાં હતા. આ દરમિયાન આરોપી અજય 27મી ફેબ્રુઆરીએ જેલમાંથી બહાર આવ્યો હતો. તપાસ કરતા તેને જાણવા મળ્યું હતું કે પત્નીના લગ્ન જાણ બહાર અન્ય સાથે કરાવી દેવામાં આવ્યા છે. જેને કારણે આરોપી અજય બદલો લેવાની ફિરાકમાં હતો. બપોરના સમયે તે જ્યારે નરોડા જીઆઇડીસી પાણીની ટાંકી પાછળ ખુલ્લી જગ્યામાં કુદરતી હાજત કરવા જઈ રહ્યો હતો, એ દરમિયાન તેની વડસાસુ લાકડાનો ભારો લઈને જઈ રહ્યા હતા. પરિસ્થિતિનો લાભ લઈને અજય તેની વડસાસુને હત્યા કરી નાખી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590