૧૬ જેટલા પ્રશ્નોનો હકારાત્મક અભિગમથી નિકાલ કરાયો
તાપી જિલ્લા ઈન્ચાર્જ કલેકટર વી.એન.શાહના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ૧૬ જેટલી અરજીનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ નિકાલ કરાયો હતો. જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત આ સ્વાગત કાર્યક્રમમા જિલ્લાકક્ષા અને તાલુકા- ગ્રામકક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અનુલક્ષીને અરજદારોની પોતાની વ્યકિતગત ફરિયાદો કે જેનો લાંબા સમયથી સંતોષકારક નિકાલ ન આવતો હોય તેવી ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લા કક્ષાએથી નિકાલ કરવામાં આવ્યો હતો.
સ્વાગત કાર્યક્રમમાં ૧૮ અરજદારોના પ્રશ્નો પૈકી ૧૬ ના પ્રશ્નો મુદ્દે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા રજૂઆત દ્વારા હકારાત્મક ઉકેલ લવાયો હતો.સ્વાગત કાર્યક્રમમાં તાપી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, નિવાસી અધિક કલેક્ટર આર.આર. બોરડ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590