સુરત ખાતે ચારેક દિવસથી પરિવારથી વિખુટા પડેલ કિશોરને સોનગઢ પોલીસ એ પરિવાર સાથે પુનઃ મિલાપ કરાવી સરાહનીય કામગીરી કરી હતી.સોનગઢ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા. તે દરમિયાન સોનગઢ ખાતે બસ સ્ટેશન પાસે એક કિશોર બેસેલ હતો.અને ખુબ જ ચિંતામાં આમતેમ ફરી રહ્યો હતો અને રડી રહ્યો હતો.ત્યારે પોલીસ સ્ટાફના માણસો તેની પાસે ગયા હતા અને તેની સાથે વાત કરીને નામ ઠામ જાણવા પ્રયત્ન કર્યો હતો.પરંતુ ગભરાઈ ગયેલો કિશોર યોગ્ય જવાબ નહોતો આપી રહ્યો.જેથી તેને બેસાડી તેના સાથે શાંતિ અને પ્રેમથી વાત કરીને પૂછ્યું હતું કે, તે અહિં કેમ ફરી રહેલ છે તથા તેના પરિવાર બાબતે પુછતા કોઇ સંતોષકારક જવાબ આપતો ન હતો.
ત્યારબાદ સોશીયલ મિડિયા વોટ્સએપ માધ્યમનો અને હ્યુમન સોર્સ નો ઉપયોગ કરી તેના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો.ત્યારે જાણવા મળ્યું હતું કે, તેનુ નામ કિશોરકુમાર વિજય યાદવ છે અને તે માનસિક રીતે અસ્વસ્થ છે. આશરે ચારેક દિવસ પહેલા સુરત સ્ટેશન ખાતેથી ગુમ થઈ ગયો હતો.કિશોરના પિતા વિજય યાદવને સોનગઢ પોલીસ મથકે બોલાવી તેમને દિકરાનો કબજો સોંપવામાં આવ્યો હતો.સોનગઢ પોલીસે ચાર દિવસથી પરિવારથી વિખુટા પડેલ અસ્વસ્થ મનના કિશોરને પોતાના પરિવાર સાથે પુન:મિલાપ કરવી સરાહનિય કામગીરી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590