Latest News

સોનગઢ પોલીસે બે અલગ અલગ સ્થળેથી બાઈક પર લઈ જવાતા દારૂના જથ્થાને ઝડપી પાડ્યો,બે ની અટક,૩ વોન્ટેડ

Proud Tapi 16 Sep, 2023 05:15 PM ગુજરાત

સોનગઢ પોલીસે ચાંપાવાડી અને સોનગઢ નગરમાંથી એમ બે જગ્યાએથી મોટરસાયકલ પર લઈ જવાતા પાસ પરમીટ વગરનો દારૂના જથ્થાનો ઝડપી પાડયો હતો.તેમજ બે  ની અટકાયત કરવામાં આવી તથા ૩ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.અને કુલ કિંમત રૂપિયા ૬૭,૫૦૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.

સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, રામપુરા કોઠાર ગામ તરફ એક બાઇકસવાર દારૂનો જથ્થો લઈ જનાર છે.જે બાતમીના આધારે સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ ચાંપાવાડી ગામના નિશાળ પાસે વોચ ગોઠવી હતી.તે વેળાએ યુનિકોન મોટર સાયકલ નં.GJ-19-AE-5283 આવતા તેની તપાસ કરવામાં આવી હતી ત્યારે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ પોલીસે મોટરસાયકલ ચાલક વિનોદ મિઠુલાલ સુથાર (મિસ્ત્રી) (રહે.શિવનગર સોસાયટી, બુહારી, તા.વાલોડ જી.તાપી) ની અટકાયત કરવામાં આવી હતી.તેમજ કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૪૮૦૦/- તથા મોટરસાયકલ જેની કિંમત રૂપિયા ૨૦ હજાર તથા મોબાઈલ જેની કિંમત રૂપિયા ૫ હજાર એમ મળી કુલ કિંમત રૂપિયા ૨૯,૮૦૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને દારૂનો જથ્થો મંગાવનાર રાહુલ ઈશ્વર ગામીત (રહે.બેડચીત,પ્રધાન વાડી ફળીયુ, તા.વાલોડ જી.તાપી)તથા દારૂનો જથ્થો પૂરો પાડનાર ગણેશ સિંગા ગાવિત (રહે.લક્કડકોટ, હીરા ફળીયુ, તા.નવાપુર, જી.નંદુરબાર મહારાષ્ટ્ર રાજ્ય)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

તેમજ સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે અન્ય બાતમી મળી હતી કે,લક્કડકોટ ગામ (મહારાષ્ટ્ર) તરફથી એક નંબર વગરની બાઈક સવાર મોપેડ ના આગળના ભાગે તથા ડીકી ના અંદરના ભાગે ચોરી છુપીથી દારૂનો જથ્થો લઈને આવનાર છે.જે બાતમીના આધારે સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ એલ.કે રોડ પરોઠા હાઉસ પાસે વોચ ગોઠવી હતી.તે વેળાએ નંબર પ્લેટ વગરની મોપેડ આવતા તેની તપાસ કરવામાં આવી હતી.ત્યારે મોપેડ માંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ પોલીસે મોપેડ ચાલક મનીષ સુકા ગાવિત (રહે.લક્ઝુ કોટ ગામ જુની પાટીલ ફળીયું તા.નવાપુર જી.નંદુરબાર) ની અટકાયત કરી હતી.તેમજ કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૭૨૦૦/- તથા મોપેડ જેની કિંમત રૂપિયા ૩૦ હજાર એમ મળી કુલ કિંમત રૂપિયા ૩૭,૨૦૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને દારૂનો જથ્થો મંગાવનાર નિલેશ ઉર્ફે ટાઇસન રમણ કોંકણી (રહે.સોનગઢ હાથી ફળીયું તા.સોનગઢ જી.તાપી) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.સોનગઢ પોલીસે બંને ગુન્હો નોંધી વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post