સોનગઢમાં આવેલ હનુમંતિયા અને ટોકરવા ગામમાં એમ બે જગ્યાએ રેડ કરી સોનગઢ પોલીસે કુલ કિંમત રૂપિયા 2,53,000/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તેમજ ૪ ની ધરપકડ કરી ૬ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
સોનગઢ પોલીસે બાતમીના આધારે બે અલગ-અલગ સ્થળ પરથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો દારૂનો જથ્થો કુલ બોટલ નંગ 826 ઝડપી પાડી હતી.પોલીસે (1)આનંદભાઈ જીવસ્થાભાઈ ગામીત ( રહે.પાંખરી સડક ફળીયુ તા.સોનગઢ જી.તાપી),(2)ગોવિંદભાઇ બચુભાઇ ભરવાડ (રહે-સોનગઢ, જમાદાર ફળીયું. નવાગામ. ઉકાઈ રોડ, તા-સોનગઢ, જિ.તાપી),(3)મેહુલભાઇ ઉર્ફે ચેવડો રાજુભાઈ માળી (રહે-મચ્છી બજાર, સોનગઢ, તા-સોનગઢ જિ-તાપી),(4) રમઝાન અલી ઉર્ફે ભુર્થો મોહમદ નસીમ શેખ (રહે-સોનગઢ. ગણેશ નગર, તા-સોનગઢ, જિ-તાપી)એમ મળી કુલ 4 ઇસમોની અટકાયત કરી હતી.
તેમજ કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા 42,300/- વાહન નંગ - 5 જેની કિંમત રૂપિયા 2,00,000/-,મોબાઈલ નંગ - 3 જેની કિંમત રૂપિયા 11,000/- એમ મળી કુલ કિંમત રૂપિયા 2,53,000/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને (1) દારૂનો જથ્થો ભરી આપનાર દિલીપ ઉર્ફે દિપો મુલ્યા ગાવિત (રહે.લક્કડકોટ દેવલી ખસી ફળીયુ તા.નવાપુર જી.નંદુરબાર મહારાષ્ટ્ર),(2)દારૂનો જથ્થો મંગાવનાર નેહા રાણા (રહે.કાનપુરા તા.વ્યારા જી.તાપી ),(3)રાકેશભાઇ છબીલદાસ પારધી (રહે-સોનગઢ, જમાદાર ફળીયું, તા-સોનગઢ, જિ-તાપી),(4)દારૂનો જથ્થો પૂરો પાડનાર- મુકેશ ઈશ્વર જેસ્વાલ (રહે-નવાપુર. તા-નવાપુર, જિ-નંદુરબાર),(5) દારૂનો જથ્થો મંગાવનાર પ્રતિક ઉર્ફે પકો છનાભાઇ ગામીત ( રહે-વાંકલા, તા-ડોલવણ, જિ-તાપી ),(6)દાનીયલ સુમનભાઇ ગામીત (રહે-ખુર્દા પંડ્યા ફળીયુ. તા-વ્યારા, જિ-તાપી) એમ મળી કુલ ૬ ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.આ અંગેની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે નોંધી વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590