સોનગઢ નગરમાં આવેલ શીતલ કોમ્પ્લેક્સની પાછળ થી પોલીસે 6 જુગારીઓની ધરપકડ કરી હતી.તેમજ સ્થળ પરથી અંદાજે 1.5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સોનગઢ પોલીસને બાતમી મળી હતી કે,સોનગઢના શીતલ કોમ્પલેક્ષની પાછળ ના ભાગે રાત્રિના સમયે સ્ટ્રીટલાઇટના અજવાળે જાહેરમાં પાસ પરમીટ વગર ગંજીપાનાનો હારજીતનો જુગાર રમવામાં આવે છે. જે બાતમીના આધારે સોનગઢ પોલીસે સ્થળ પર રેડ કરી હતી,ત્યારે પોલીસે સ્થળ પરથી (1) અમિત અકબર શેખ, (2) રિઝવાન સલીમ ખાટીક,(3) ફારૂક મુસા ખાટીક, (4) અસલમ યુનુસ કુરેશી (ચારેય રહે. સોનગઢ ઇસ્લામપુરા તા.સોનગઢ જી.તાપી), (5) જાવેદ રફીક પીંજારી (રહે. ચાંદપુરા ટેકરા સોનગઢ, તા.સોનગઢ જી.તાપી)(6) હિતેશ વિનોદ ગામીત (રહે. દેવજીપુરા, માર્કેટ ફળિયુ ,સોનગઢ, તા.સોનગઢ જી.તાપી )એમ મળી કુલ 6 ની ધરપકડ કરી હતી.
પોલીસે દાવ પરના રોકડ રૂપિયા 4220/- તથા રોકડ રૂપિયા 15000/- , મોબાઇલ નંગ-03 જેની કિંમત રૂપિયા 15000/- તથા ઓટો રીક્ષા નંગ-01 કિ.રૂ.-50,000/- તથા મોટરસાયકલ નંગ-03 જેની કિ.રૂ.70,000/- એમ મળી કિં. રૂ. 1,54,220/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગેની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590