સોનગઢ પોલીસે ચિમેર ગામની સીમમાંથી કારમાં ભરી લઈ જવાતા ગેરકાયદેસર દારૂના જથ્થા સાથે 2 ને ઝડપી પાડ્યા હતા. તેમજ કુલ કિંમત રૂપિયા 6,08,000/- નો મુદ્દામાલ પોલીસે કબજે કરી 4 ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,એક સુઝુકી કંપનીની SX4 ગાડી રજી.નં-MH-04-DB-6172 માં મહારાષ્ટ્ર રાજ્યના પિપલનેર તરફથી વિદેશી દારુ ભરી ઓટા થઈ સોનગઢ તરફ આવનાર છે. જે બાતમીના આધારે સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ ચિમેર ગામની સીમમાં વોચ ગોઠવી હતી.તે વેળાએ ફોર વ્હીલ SX4 ગાડી જેનો રજી.નં-MH-04-DB-6172 આવતા તેની તપાસ કરવામાં આવી હતી.ત્યારે પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો કુલ બોટલ નંગ 1920 મળી આવી હતી. જે બાદ પોલીસે કાર સવાર વિશાલ સંજય હિંગ (રહે.વિજલપોર, લક્ષ્મીનગર-1, તા.જલાલપોર, જી.નવસારી) અને સલમાન ફારૂક પઠાણ (રહે-બારડોલી, ગાંધી રોડ, રાજીવ નગર, ગલી નં.2, તા.બારડોલી. જી.સુરત)ની અટકાયત કરવામાં આવી હતી. તેમજ કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા 2,88,000/- તથા મોબાઇલ નંગ 3 જેની કિંમત રૂપિયા 20,000/- તથા ફોર વ્હીલર SX4 ગાડી જેની કિંમત રૂપિયા 3 લાખ એમ મળી કુલ કિંમત રૂપિયા 6,08,000/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
તેમજ પોલીસે (1)મુદ્દામાલ ભરી આપનાર સમીર (રહે.સેલવાસ),(2)મુદ્દામાલ મંગાવનાર વિપુલ ઉર્ફે ઘોડો અશોક પાટીલ (રહે.સોનગઢ, તા.સોનગઢ, જી.તાપી ),(3)દિપેશ ઉર્ફે દિપો શંકર રાઠોડ (રહે.સોનગઢ, તા.સોનગઢ જી.તાપી),(4) પ્રમોદ ધર્મા આહીરે (પૂરું નામ ઠામ જણાઇ આવેલ નથી) એમ મળી કુલ 4 ને વોન્ટેડ જાહેર કર્યા હતા. સોનગઢ પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590