સોનગઢ પોલીસે બાતમીના આધારે ઈન્ડિગો કાર નં.MH.46-BB-7073 માં લઈ જવાતો ઇંગ્લિશ દારૂની બાટલીઓ નંગ ૪૮૦ પકડી પાડી છે.જોકે કાર ચાલક ભાગી છૂટવામાં સફળ થયો હતો.
સોનગઢ પોલીસ સ્ટાફના માણસો વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સોનગઢ ગામમાં પરોઠા હાઉસ પાસે સુરત ધુલિયા નેશનલ હાઇવે નંબર 53 ઉપર થી એક કારમાં દારૂ લઇ જવામાં આવનાર છે. જે બાતમીના આધારે સોનગઢ પોલીસે સોનગઢના પરોઠા હાઉસ પાસે સુરત ધુલિયા નેશનલ હાઇવે નંબર 53 પર વોચ ગોઠવી ઊભી હતી તે દરમિયાન સામેથી આવતી સફેદ કલરની ડિંગો ફોર વ્હીલ ગાડી રજી.નં.MH.46-BB-7073 ને ઊભા રહેવા માટે ઈશારો કરતા કાર ચાલક કાર મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટયો હતો.પોલીસે કારની તપાસ કરતા તેમાંથી દારૂની સીલબંધ કુલ બોટલ નંગ - ૪૮૦ મળી આવેલ જેની કિં.રૂ.૭૨,૦૦૦/- તથા ઈન્ડિગો કાર નં.MH.46-BB-7073 જેની કિં.રૂ.૧,૦૦,૦૦૦/- એમ કુલ મળી પોલીસે કુલ રૂ.૧,૭૨,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો.અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590