સોનગઢ પોલીસે સુરત ધુલિયા હાઇવે રોડ પર ડસ્ટર કાર માં ભરી લઈ જવાતો પાસ પરમીટ વગરનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે ,જેમાં કુલ બોટલ નંગ - ૮૫૬ જેની કિં.રૂ.૫૫,૬૦૦/- જોકે ડસ્ટર કાર ચાલક નાસી છૂટ્યો હતો પરંતુ ક્લીનર સીટ પર બેઠેલ નવાપુરના અંકિતભાઈ વિશ્વાસ વળવીની અટક કરવામાં આવી હતી. અને નાસી છૂટનાર ઇસમ તથા દારૂનો જથ્થો ભરી આપનાર એમ મળી બે ને વોન્ટેડ જાહેર કર્યા હતા.
સોનગઢ પોલીસ વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન બાતમી મળતા નવા આરટીઓ પાસે સુરત ધુલિયા હાઇવે પર વોચ ગોઠવી હતી.ત્યારે બ્રાઉન કલરની ડસ્ટર ગાડી નં. GJ-16-BG-6004 આવતા પોલીસે તપાસ કરતા ડસ્ટર ગાડીનો ચાલક ભાગી ગયેલ અને બાજુની ક્લિન૨ શીટ બેસેલ અંકિતભાઈ વિશ્વાસ ભાઈ વળવી (રહે.વાકીપાડા તા.નવાપુર જી.નંદુરબાર મહારાષ્ટ્ર )ની અટક કરવામાં આવી હતી.તેમજ ગાડી ની તપાસ કરતા ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની બાટલી ટીન કુલ બોટલો નંગ-૮૫૬ મળી આવેલ જેની કુલ કિં.રૂ.૫૫,૬૦૦/- તેમજ દારૂનો જથ્થો જેની કુલ કિં.રૂ.૫૫,૬૦૦/- તથા ડસ્ટર ગાડી જેની કિં.રૂ.૪,૦૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ -૧ જેની કિં.રૂ.૫,૦૦૦/- એમ મળી કુલ ૪,૬૧,૬૦૦/- નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.અને નાસી છુટનાર કારચાલક વિશાલભાઈ રાજપૂત (રહે.ગંગાધરા તા.પલસાણા જી.સુરત ગ્રામ્ય)તથા ગાડીમાં દારૂનો જથ્થો ભરી આપનાર નંદુરબાર એસએમ વાઇન શોપ નંદુરબારના માલિકને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે.અને આગળની કાર્યવાહી સોનગઢ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590