Latest News

સોનગઢ પોલીસે શાળામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો,પાંચની અટક

Proud Tapi 24 Sep, 2023 02:07 PM ગુજરાત

સોનગઢ ખાતે આવેલ આદર્શ કન્યા શાળા માં મુકેલ ૧૮,૫૦૦/- નો મુદ્દા માલ ચોરાઈ ગયો હતો, જે અંગે પોલીસ ફરિયાદ થતાં, સોનગઢ પોલીસે  ચોરીના ગુન્હામાં સંડોવાયેલ પાંચને ઝડપી પાડયા હતા.તેમજ મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો હતો.

સોનગઢ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા, ત્યારે APMC માર્કેટ પાસેથી પસાર  થતી વેળાએ વસીમ શબ્બીર રાઈમ નામ નો ઈસમ રસ્તાના કિનારે શંકાસ્પદ રીતે લાંબા વાળેલા સળીયા ઉંચકીને લઈને જઈ રહ્યો હતો.પોલીસ સ્ટાફના માણસો તેની નજીક જતાં તેને નાસી છૂટવા પ્રયત્ન કર્યો હતો.પરંતુ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

જે બાદ  વસીમ શબ્બીર રાઈમની સઘન પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે,સોનગઢ ખાતે આવેલ આદર્શ કન્યા શાળાના કેમ્પસના બંધ ઓરડીમાંથી (૧) વસીમ શબ્બીર રાઇમ, (૨) જીતેન્દ્ર ઉર્ફે જીતુ દોઢેરામ ગિરાડે, (૩) ભોલુ પ્રભુભાઇ સોનવણે (તમામ રહે.સોનગઢ, ગણેશ નગર, તા.સોનગઢ, જી.તાપી ) એ સાથે મળી મળી  બંધ મકાનના દરવાજા નો નકુચો તોડી અંદર પ્રવેશ કરી નાના-મોટા લોખંડના સળીયાઓના ટુકડા આશરે ૨૫૦ કિ.ગ્રા. જેની આશરે કિંમત રૂપિયા ૧૨,૫૦૦/- તથા સળીયા કાપવા માટેનું કટર મશીન જેની કિંમત રૂપિયા ૬,૦૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૧૮,૫૦૦/- ના મત્તાની ચોરી કરી હતી.અને  ચોરી કરેલ તમામ મુદ્દામાલ સોનગઢ ખાતે ભંગારની દુકાન ચલાવનાર  ભંગારીઓ (૧) અલતાબ શકુર કુરેશી (રહે.સુંદર નગર, રેલ્વે સ્ટેશન રોડ, સોનગઢ, ઇસ્લામપુરા. તા.સોનગઢ, જી.તાપી ) અને (૨) મુખ્તાર કાદિર ફકીર(શાહ)  (રહે.સોનગઢ, અલીફ નગર ટેકરા, તા.સોનગઢ, જી.તાપી )ને વેચવામાં આવ્યો હતો.ત્યારબાદ સોનગઢ પોલીસે ચોરીના ગુન્હામાં સંડોવાયેલ પાંચેય આરોપીની અટકાયત કરી હતી.તેમજ ચોરી નો મુદ્દામાલ પણ પોલીસે રીકવર કર્યો હતો.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post