સોનગઢ તાલુકાની કેટલીક પ્રા.શાળાઓમાં માત્ર એક એક શિક્ષકો છે જે વિદ્યાર્થીઓને ભણાવશે કે ચૂંટણીની કામગીરી કરશે ?
સોનગઢ તાલુકામાં ૧૭૨ નિઝર અને ૧૫૭ માંડવી મતવિસ્તાર સમાવિષ્ઠ છે.જેમાં બુથલેવલ ઓફીસર તરીકે લગભગ ૯૦% શિક્ષકોને નિમણુંક આપવામાં આવેલ છે.સંદર્ભિત પત્ર દ્વારા બુથ લેવલ ઓફિસર તરીકે કુલ ૧૩ કેડરને કામગીરી સોંપવાની હોવા છતાં ખુબ મોટા પ્રમાણમાં બુથ લેવલ ઓફિસર (B.L.O)ની કામગીરી ફક્ત શિક્ષકોને જ મોટા પ્રમાણમાં આપવામાં આવેલ છે.આ અંગે આપણી કચેરીએ વારંવાર રજૂઆત કરવા છતાં આજ સુધી પરિણામ લક્ષી નિર્ણય લેવામાં આવેલ નથી,હાલ શિક્ષકોને શાળા શિક્ષણ કાર્ય સિવાયની શાળાને લગતી અન્ય ઘણી ઓનલાઇન કામગીરી કરવાની હોય જેથી શિક્ષકો સિવાય અન્ય કેડરના કર્મચારીઓને સપ્રમાણ કામગીરી સોંપવામાં આવે તેવી માંગ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590