વ્યારા નગરના વેગી ફળિયા ખાતે ગેરકાયદેસર દારૂનું વેચાણ કરતા બુટલેગરની અટકાયત,1.3 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે 2 ને વોન્ટેડ જાહેર કર્યા છે.
સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, તાપી જિલ્લાના વ્યારા નગરના વેગી ફળિયા ખાતે ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફના માણસો એ વ્યારાના વેગી ફળિયા ખાતે રેડ કરી હતી. ત્યારે તુષાર રામસિંગભાઈ ગામીત (ઉ.વ.26 રહે.વેગી ફળીયુ,વ્યારા,તા.વ્યારા જી.તાપી) ના ઘરની બાજુમાં આવેલ ઓરડીમાંથી ભારતીય બનાવટ નો પાસ પરમીટ વગરનો દેશી દારૂની કુલ બોટલ નંગ 188 મળી આવી હતી. જેની કિંમત રૂપિયા 28,625/- જે બાદ પોલીસે તુષાર ગામીતની અટકાયત કરી હતી.
તેમજ પોલીસે દારૂનો જથ્થો કુલ કિંમત રૂપિયા 28,625/- તથા રોકડ રૂપિયા 5,760/- તથા મોબાઈલ જેની કિંમત રૂપિયા 20 હજાર તથા મોટરસાયકલ નંગ -2 જેની કિંમત રૂપિયા 80 હજાર એમ મળી કુલ કિંમત રૂપિયા 1,34,385/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અને દારૂનો જથ્થો આપનાર યાસીન ફકીર શાહ (રહે.ઇસ્લામપુરા, વ્યારા તા. વ્યારા જી.તાપી) તથા અનિલ અર્જુનભાઈ મોહીતે(જાદવ) (રહે.નવાપુર, મહારાષ્ટ્ર) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.આ અંગે ગુન્હો વ્યારા પોલીસ મથકે નોંધી વોન્ટેડ આરોપીઓ ની શોધ ખોળ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590