વાલોડ તાલુકામાં થઈ રહી છે દારૂની રેલમ છેલ...!
વાલોડ તાલુકામાં આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ વાલોડના મુખ્ય મથકમાં પણ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતા વાલોડ પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે.
વાલોડ તાલુકામાં આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં દેશી તેમજ વિદેશી દારૂના અડ્ડાઓ જાણે દરેક ફળિયામાં કરિયાણાની દુકાનની જેમ ચાલી રહ્યા છે ,ત્યારે વાલોડ પોલીસ સ્ટેશન દ્વારા નાના નાના દેશી દારૂના કેસો કરીને સંતોષ માનવામાં આવી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે.
વાલોડ તાલુકામાં ઇંગ્લિશ દારૂ ની વાત કરીએ તો દરેક બ્રાન્ડ ની દારૂ વાલોડ તાલુકામાં મળી રહે છે, તેમજ વાલોડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહેલા દેશી દારૂના અડ્ડાઓને, દારૂ બનાવવા માટે લાગતા મટીરીયલ કોણ પહોંચાડે છે તે પણ એક મોટો પ્રશ્ન છે? ત્યારે સમગ્ર પંથકમાં દરેક લોકોને આ વાતની જાણ હોવા છતાં ફક્ત વાલોડ પોલીસ તંત્ર જ આ વાતથી અંજાન હોય તેવું લાગી રહ્યું છે.
વાલોડ તાલુકા ની હાલની સ્થિતિ જોતા એવું પ્રતિત થઈ રહ્યું છે કે ,સરકાર દ્વારા બનાવવામાં આવતા દારૂના દૂષણ ને ડામવા માટે ના કાયદાઓ માત્ર કાગળ ઉપર શોભાના ગાંઠિયા સમાન જ છે કેમકે ઇંગલિશ દારૂના મોટા પ્રમાણમાં વેચાણ કરતા બુટલેગરો સામે પોલીસ કાર્યવાહી કરતી નથી અને દેશી દારૂનું વેચાણ કરનાર લોકોને માત્ર પકડીને સંતોષ માનતી હોય તેવું લાગી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590