અંડર-૧૪ ભાઇઓએ ગોલ્ડ, અંડર-૧૭ ભાઇઓએ બ્રોન્ઝ અને અંડર-૧૭ બહેનોએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો
હાલમાં યોજાઇ રહેલ ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત રાજય કક્ષાની ખો-ખો સ્પર્ધામાં ડાંગ જિલ્લાના બીલીઆંબા સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ મેડલ મેળવ્યાં છે. સુરેન્દ્રનગર જિલ્લાના લિમડી ખાતે યોજાયેલ ખો-ખોની અંડર -૧૪ સ્પર્ધામાં બીલીઆંબા શાળાના વિદ્યાર્થીઓએ પંચમહાલ, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાની ટીમોને એકતરફી માત આપ્યા બાદ સેમી ફાઇનલમાં આણંદની ટીમને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જેમાં મોરબીની ટીમને હરાવી ફાઇનલ જીતી લઈ ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે ભાઇઓની અંડર -૧૭ ની ટીમે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. તાપીના વ્યારા ખાતે યોજાયેલ ખો-ખોની અંડર – ૧૭સ્પર્ધામાં બહેનોએ ફાઇનલ સુધી પહોંચી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.
ખેલ મહાકુંભના ખો-ખો સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ ત્રણ મેડલ મેળવીને ડાંગ જિલ્લાનું ગૌરવ વધાવનાર આ તમામ બાળકોને રમત ગમત અધિકારીની કચેરી અને શિક્ષણ વિભાગ ડાંગ જિલ્લાની ક્ચેરી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે જ શાળા પરીવાર અને એસ.એમ.સી.ના તમામ સભ્યો તથા ગ્રામજનોએ પણ આ બાળકોને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ આ બાળકો ખો-ખો ની રમતમાં ખુબ આગળ વધી ઓપીના ભીલારની જેમ દેશનું પ્રતિનિધિત્વ કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590