Latest News

લો બોલો, સુરત મનપા એ કૂતરા પકડવા માટે 3.29 કરોડ ખર્ચી નાંખ્યા: RTIમાં ઘટસ્ફોટ

Proud Tapi 06 Oct, 2023 04:51 AM ગુજરાત

છેલ્લાં એક વર્ષ કરતા વધુ સમયથી સુરત શહેરમાં રખડું કૂતરાઓએ કહેર વરસાવ્યો છે. આ રખડતાં ભૂખ્યા વરુ જેવા કૂતરાંઓ રોજ અનેક માસૂમોને પોતાનો શિકાર બનાવી રહ્યાં છે અને સુરત મનપાનું તંત્ર જાણે  પોઢી રહ્ હો યું ય તેવી સ્થિતિ છે. વારંવાર એવા પ્રશ્નો ઉઠે છે કે લોકોને  અને ખાસ કરીને બાળકોને કરડતાં આ રખડું કૂતરાઓ સામે સુરત મનપા  કોઈ પગલાં કેમ લેતું નથી? તો તમને જણાવી દઈએ કે સુરત મનપા રસ્તા પર કૂતરાંઓને  પકડવા માટે કોઈ કાર્યવાહી કરતું હોય કે ના હોય પરંતુ કાગળ પર તો  ખૂબ કાર્યવાહી કરી છે. પાછલા પાંચ વર્ષમાં સુરત મનપાએ રસ્તા પર  રખડતા આતંકવાદી જેવા કૂતરાંઓને પકડવા માટે રૂપિયા 3.29 કરોડ  જેવી માતબર રકમ ખર્ચી છે. આ ખુલાસો એક આરટીઆઈના (RTI)  માધ્યમથી થયો છે. નવાઈની વાત એ છે કે સુરત મનપાએ કૂતરાંને  પકડવા કરોડો ખર્ચી નાંખ્યા છતાં હજુ સુધી રસ્તા પર કૂતરાઓનો આતંક  જેમનો તેમ છે. શહેરના જાગૃત નાગરિક સંજય ઇઝાવાએ આરટીઆઇમાં માંગેલી  વિગતો બહાર આવતા આ ખુલાસો થયો છે. ઈઝાવાની આરટીઆઇ નો  જવાબ આપતા ખુદ સુરત મનપાએ રૂપિયા 3.29 કરોડની રકમ કુતરા  પકડવા પાછળ ખર્ચાઈ હોવાનો સ્વીકાર કર્યો છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૮-૨૦૧૯ થી ૨૦૨૨- ૨૦૨૩ સુધીમાં ૩,૨૮,૬૦,૨૦૪/- રૂપિયા ૩૩,૭૬૧ જેટલા કુતરાઓ ને પકડવા ખર્ચ કરી નાખ્યા છે. જેમાંથી ૩૦,૩૦૦ કુતરાઓને રસીકરણ  અને ખસીકરણ કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૧ માં બહાર પાડવામાં  આવેલ ૧ કરોડ ૮૦ લાખના ટેન્ડર વેટ્સ સોસાયટી ફોર એનિમલ વેલ્ફેર  એન્ડ રૂરલ ડેવલપમેન્ટ નામની સંસ્થાને મળેલ છે. જે NGO દ્વારા  વર્ષ ૨૦૨૧-૨૨ માં ૩૬૦૫ અને વર્ષ ૨૦૨૨-૨૩ માં ૯૨૭૯ જેટલા  કુતરાઓને રસીકરણ અને ખસીકરણ કરવાની કામગીરી કરી છે. જે  પેટે વેટ્સ સોસાયટી ફોર એનિમલ વેલ્ફેર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટને  રૂ.૧,૮૨,૪૮,૧૮૦/- ની કામગીરી પર્ણ ૂ કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૮-૨૦૧૯ ,૨૦૧૯-૨૦૨૦, ૨૦૨૦-૨૦૨૧ માં એક  કૂતરાને રસીકરણ અને ખસીકરણ કરવાનો ખર્ચ રૂ. ૮૩૯/- થયો હતો.  વર્ષ ૨૦૨૧-૨૨ માં જે ખર્ચ વધીને રૂ. ૧૪૫૦/- થયો હતો. અને વર્ષ ૨૦૨૨-૨૩ માં એક કૂતરાને રસીકરણ અને ખસીકરણ કરવાનો ખર્ચ રૂ. ૧૪૦૩/- થયો છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઇઝાવાએ કહે કે, આટલો બધો યું ખર્ચ કુતરા પકડવા અને રસીકરણ અને ખસીકરણ કરવા પાછળ કર્યા પછી પણ શેરીઓમાં કૂતરાનો આતંક હજુ ઓછો થતો નથી, એટલે  કુતરા પકડીને રસીકરણ અને ખસીકરણ કરવાની જે પદ્ધતિ છે તેની સામે  પ્રશ્નો ઉભા થાય છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post