ઉત્તર પ્રદેશના આગરામાં પત્નીના ત્રાસથી કંટાળીને ટીસીએસ કંપનીના મેનેજરે આત્મહત્યા કરી છે. મેનેજરે ગળામાં ફાંસો લગાવીને રડતાં રડતાં લાઇવ વીડિયો બનાવ્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં પીડિતે તેની પત્નીને આત્મહત્યા માટે જવાબદાર ગણાવી હતી. આ મામલે મૃતકના પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાએ બેંગલુરૂના અતુલ સુભાષ સુસાઇડ કેસની યાદ તાજા કરાવી દીધી છે.
આગરાની ડિફેન્સ કોલોનીમાં રહેતા માનવ શર્મા એક મોટી આઇટી કંપનીમાં રિક્રૂટમેન્ટ મેનેજર તરીક ફરજ બજાવતા હતા. માનવે ૨૪ ફેબ્રુઆરીએ ફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી. મોતને ગળે લગાવતાં પહેલાં માનવે રડતાં રડતાં એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેનો દર્દ સ્પષ્ટ દેખાતો હતો. જેમાં તેણે પત્નીના ચરિત્ર પર સવાલો ઉઠાવ્યા હતા.
વીડિયોમાં માનવ શર્મા કહે છેકે, મેં અગાઉ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હવે પત્નીથી એટલો કંટાળી ગયો છું કે મરવા સિવાય બીજાે કોઇ ઉપાય નથી. પોતાના અંતિમ વીડિયોમાં માનવ કહે છે કે, પપ્પા સોરી, મમ્મી સોરી, અક્કૂ સોરી... હવે હું વિદાય લઇ રહ્યો છું. પુરુષોને પ્રોટેક્ટ કરવા માટે કાયદાની જરૂર છે. પ્લીઝ પુરૂષો વિશે કોઇ તો વાત કરો. મરતાં પહેલાં માનવે માત-બાપને હેરાન ન કરવાની અપીલ કરી. આ ઘટનાએ કર્ણાટકના બેંગલુરુના રહેવાસી અતુલ સુભાષનો કિસ્સો યાદ કરાવ્યો હતો.
અતુલ સુભાષના લગ્ન ઉત્તર પ્રદેશના જાૈનપુરની રહેવાસી નિકિતા સિંઘાનિયા સાથે થયા હતા. લગ્ન બાદ નિકિતા અચાનક પીયરમાં રહેવા જતી રહી હતી. જાેકે, તે બાદ નિકિતા અને તેના પરિવારજનો દ્વારા અતુલ સુભાષના પરિવાર સાથે કેસ કર્યો હતો. જેનાથી કંટાળી વીડિયો બનાવી અતુલ સુભાષે આત્મહત્યા કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590