મહેશ પાડવી (પ્રતિનિધિ ) : આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર અને ગુજરાત સરકારની સૂચના તેમજ જિલ્લા વિકાસ અધિકારી, જિ.પં. તાપીના પ્રેરક માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાના નિઝર તાલુકા પંચાયત ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી ના ભાગરૂપે તાલુકા કક્ષાનો અમૃત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં તાલુકાના ગામોએથી સરપંચો ,સદસ્યો તેમજ ગ્રામજનો દ્વારા અમૃત કળશ યાત્રા યોજી સ્વમાનભેર પહોંચાડવામાં આવેલ જે તમામ અમૃત કળશ માં ગ્રામજનો દ્વારા અર્પણ કરેલ માટી અને ચોખા દ્વારા તાલુકાના અમૃત કળશ માં એકત્રીત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન દેશના વીર જવાનો, સ્વાતંત્ર્ય સેનાનીઓની દેશભક્તિ અને બલિદાનને યાદ કરવામાં આવ્યા હતા. તેમજ તાલુકા કક્ષાએ તૈયાર કરવામાં આવેલ અમૃત વાટિકામાં મહાનુભાવો દ્વારા માટી ચોખાને અર્પણ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અધ્યક્ષ અને પ્રાંત અધિકારી જય કુમાર રાવલ, તાલુકા પંચાયત પ્રમુખ મેહુલકુમાર પાડવી, જિ.પં.સદસ્ય, ઉપપ્રમુખ તાલુકા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્યો , તાલુકાના તમામ સરપંચ/ સદસ્યો , ગ્રામજનો, પૂર્વ સંરક્ષણ ક્ષેત્ર ના અધિકારી / કર્મચારીઓ, વિવિધ સંગઠનના પદાધિકારીઓ, ગામ આગેવાનો, સામાજિક કાર્યકરો,યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ સંસદસભ્ય પ્રભુભાઈ વસાવા ર૩-બારડોલી લોકસભા, ધારાસભ્યશ્રી ડો. જયરામભાઈ ગામીત ૧૭ર-નિઝર વિધાનસભા, પુર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ,જિ. પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા દ્વારા વિર જવાનો,સંરક્ષણ ક્ષેત્રેના જવાનોને વંદન તેમજ શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590